જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્રનું વાર્ષિક ઇન્સ્પેકશન કરાયું

0

જૂનાગઢ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેકશન દરમ્યાન હેડ કવાર્ટર ખાતે જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તથા જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા સેરિમોનિયલ પરેડ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, જૂનાગઢ પોલીસના જુદા જુદા વિભાગો દ્વારા કામગીરી સંબંધી નિર્દેશન રજૂ કર્યું હતું. જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર દ્વારા જૂનાગઢ પોલીસના જુદા જુદા વિભાગો જેવા કે, પોલીસ હેડ કવાર્ટર, એમ.ટી. વિભાગ, વાયરલેસ વિભાગ, માઉન્ટેડ વિભાગ, ડોગ સ્ક્વોડ વિગેરેની વિઝીટ કરવામાં આવેલ હતી. ઉપરાંત, જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશન તથા જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની પણ વિઝીટ કરવામાં આવેલ હતી. જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ લેવામાં આવેલ હતી અને ક્રાઇમ બાબતની સમીક્ષા કરી, જૂનાગઢ પોલીસ દ્વારા ચાલું સાલે કરવામાં આવેલ કામગીરીની પ્રસંશા કરવામાં આવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!