જૂનાગઢ જીલ્લામાં આવતીકાલે સરપંચ પદ માટે ૮૯૧ ઉમેદવારો મેદાનમાં

0

જૂનાગઢ જીલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચુકયું છે. ૪૧ર પૈકી ૬ર ગ્રામ પંચાયત સમરસ થતા આવતીકાલ તા. ૧૯ ડીસે.ને રવિવારે સવારથી સાંજ સુધી ૩૩૮ ગ્રામ પંચાયતની ચુંટણી માટે મતદાન યોજાશે. ગઈકાલ સાંજથી ચુંટણી પ્રચારનાં પડઘમ શાંત થઈ ગયા છે. આજે સાંજ સુધી ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકશે. મતદાન ઈવીએમ મશીનનાં બદલે બેલેટ પેપરથી થવાનું છે. જૂનાગઢ જીલ્લામાં મતદાન માટે ૧૧.૬ર લાખ મતપત્રક છાપવામાં આવ્યા છે. આ માટે જૂનાગઢ જીલ્લામાં ૯ તાલુકા મથકોમાં ૭૮૭ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી ર૬પ મતદાન મથકો સંવેદનશીલ અને ૧૬૪ મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. ૧ર૦ ચુંટણી અધિકારી સાથે પ૧૪૪ પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે. મતદાન માટે જૂનાગઢ જીલ્લામાં કુલ પ૮૧૩૧૧ મતદારો નોંધાયેલા છે. જૂનાગઢ જીલ્લામાં ૩૩૮ ગ્રામ પંચાયતની ચુંટણીમાં હવે ફાઈનલ હરીફ ઉમેદવારોની યાદી જાહેર થતાં ૩૩૩ સરપંચ પદ માટે ૮૯૧ ઉમેદવારો અને ૧૮૮ર વોર્ડ સભ્ય માટે ૪ર૭૬ હરીફ ઉમેદવારો મેદાનમાં છે. એક બુથ ઉપર પ્રિસાઈડીંગ ઓફીસર, પોલીંગ ઓફીસર, પટાવાળા સહીત પાંચ કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવશે. ૧ર૦ ચુંટણી અધિકારી સાથે પ૧૪૪ પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે. જૂનાગઢ જીલ્લામાં આજથી તમામ ડીસ્પેચીંગ સેન્ટરો ધમધમશે. મતદાન મથકોએ સ્ટાફને લઈ જવા અને લાવવા માટે એસટી વિભાગ દ્વારા ૬૦ એસટી બસ ફાળવવામાં આવી છે. જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ તાલુકામાં ૪૬૭૬૪ મતદારો, જૂનાગઢ તાલુકામાં ૮રર૭૧ મતદારો, કેશોદ તાલુકામાં પ૭ર૦૭ મતદારો, માળીયા હાટીના તાલુકામાં ૯૭પ૦પ મતદારો, માણાવદર તાલુકામાં ૪૧૯૪૪ મતદારો, માંગરોળ તાલુકામાં ૬૮રપ૪ મતદારો, મેંદરડા તાલુકામાં પર૮૭૮ મતદારો, વંથલી તાલુકામાં ર૯૮૧ર મતદારો અને વિસાવદર તાલુકામાં ૭ર૩પ૩ મતદારો મળીને જૂનાગઢ જીલ્લામાં કુલ પ૮૧૩૧૧ મતદારો નોંધાયેલા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!