જૂનાગઢ સહીત રાજયભરમાં ૧૦ હજારથી પણ વધારે ગ્રામ પંચાયતોની ચુંટણીઓનું મતદાન યોજવામાં આવ્યું હતું. જૂનાગઢ જીલ્લામાં પણ ગઈકાલે એકાદ-બે ફરીયાદો બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. ચુંટણી દરમ્યાન કોઈપણ જાતની અવ્યવસ્થાન સર્જાય તે માટે જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા તકેદારીનાં પગલા લેવામાં આવ્યા હતાં. જૂનાગઢ જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ૩૩૬ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને ર ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી યોજાઈ હતી. દરમ્યાન ગઈકાલે સાંજનાં ૬ વાગ્યા સુધીમાં સામાન્ય ચુંટણીમાં ૭૩.૨૦ ટકા અને પેટા ચુંટણીમાં ૬૦.૫૩ ટકા મતદાન થયું હતું. દરમ્યાન માળીયા હાટીના તાલુકાનાં પીખોર ગામે થયેલી માથાકુટને બાદ કરતા એકંદરે ચુંટણી પ્રક્રિયા નિર્વિધ્ને સંપન્ન થઈ હતી. પરીણામે તમામ લોકો તેમજ તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે વહેલી સવારનાં ૭ વાગ્યાથી જ ગ્રામ પંચાયતનની ચુંટણી માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હતો. જૂનાગઢ જીલ્લામાં ૯ તાલુકાની ૩૩૬ ગ્રામ પંચાયતમાં સામાન્ય ચુંટણી યોજાઈ હતી. ચુંટણી માટે ૩,૦૧,૦૬૬ પુરૂષ અને ર,૭પ,૬૩૩ સ્ત્રી મતદારો નોંધાયા હતાં. ગઈકાલે વહેલી સવારથી મતદાન શરૂ થયું હતું. દરમ્યાન સાંજનાં પાંચ વાગ્યા સુધીમાં ર,૧પ,૪૧૬ પુરૂષો અને ૧,૮૬,૮૧૯ સ્ત્રીઓ મળી કુલ ૪,૦ર,ર૩પ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ સાંજનાં પાંચ વાગ્યા સુધીમાં ૬૯.૭પ ટકા મતદાન થયું હતું. જયારે બે ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી યોજાઈ હતી. આ ચુંટણીમાં ૧,૩૪૩ પુરૂષ અને ૧,ર૧૩ સ્ત્રી મતદારો નોંધાયા હતાં. દરમ્યાન સાંજનાં પાંચ વાગ્યા સુધીમાં ૮૪૦ પુરૂષ અને ૬૧ર સ્ત્રીઓ મળી કુલ ૧,૪પર મતદારોએ મતદાન કર્યુ હતું. આમ સાંજનાં પાંચ વાગ્યા સુધીમાં પેટા ચુંટણીમાં પ૬.૭૪ ટકા મતદાન નોંધાયુ હતું. અને છેલ્લે મળતા અહેવાલ અનુસાર સાંજનાં ૬ વાગ્યા સુધીનું ૭૩.ર૦ ટકા મતદાન થયું છે. જયારે પેટા ચુંટણીમાં ૬૦.પ૩ ટકા મતદાન નોંધાયું હતું. આવતીકાલ તા. ર૧ ડીસેમ્બરનાં રોજ મતદાન ગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે પરીણામ આવ્યા બાદ જાણી શકાશે કે મંગળવાર કોના માટે મંગળકારી અને કોના માટે અમંગળકારી સાબિત થશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews