જૂનાગઢ બાર એસોસીએશનની ચુંટણીને લઈને વકીલ મિત્રોમાં ભારે ઉત્સાહ સર્જાયો હતો. આ ચુંટણીનું કાર્ય સંપન્ન થયા બાદ ગઈકાલે મત ગણતરી કાર્ય હાથ ધરાયું હતું. અને નવા વર્ષ માટેની પ્રમુખ-ઉપપ્રમુખ સહીતની ટીમો વિજેતા બની હતી. વિજેતા બનેલા તમામ ઉમેદવારોને તેમનાં ટેકેદારો, શુભેચ્છકો અને ચાહકોએ અભિનંદન પાઠવ્યા હતાં. જૂનાગઢ બાર એસોસીએશનની ચુંટણી શનિવારે યોજાઈ હતી જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જાેઈન્ટ સેક્રેટરી અને ટ્રેઝરરનાં પદ માટે મતદાન કરવામાં આવેલ હતું. જૂનાગઢ કોર્ટમાં યોજાયેલી બાર એસો.ની ચુંટણીમાં પ્રમુખ પદ માટે ર, ઉપપ્રમુખ પદ માટે ૩, સેક્રેટરી પદ માટે ર, જાેઈન્ટ સેક્રેટરી પદ માટે ૬ અને ટ્રેઝરર પદ માટે ર ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં ભાવેશ ઝીંઝુવાડીયા ૪ર૦ મત સાથે પ્રમુખ બન્યા હતાં. જયારે જયદેવભાઈ આર. જાેષી ૪૧૦ અને બાબુલાલ એન. ઠેસીયા ૩૮પ મત સાથે ચુંટાઈ આવ્યા હતાં. મનોજભાઈ એમ. દવે ૩૪પ મત સાથે સેક્રેટરી તરીકે ચુંટાયા હતાં. રાજકુમાર ડી. હીરાણી રર૬ અને નરેન્દ્ર એલ. મોણપરા ર૬૮ મત સાથે જાેઈન્ટ સેક્રેટરી બન્યા હતાં. તો મહેશભાઈ બી. લાખાણી ૩૭૧ મત સાથે ટ્રેઝરર તરીકે ચુંટાયા હતાં. દરમ્યાન બાર એસો.ની યોજાયેલ ચુંટણી દરમ્યાન મુખ્ય ચુંટણી અધિકારી તરીકે પી.એમ. કારીયા તેમજ મદદનીશ ચુંટણી અધિકારી તરીકે રાજેશભાઈ ઠાકર, ચેતનભાઈ ટાંક રહયા હતાં.
જૂનાગઢ બાર એસો.નાં નવનિયુકત હોદેદારો
જૂનાગઢ બાર એસો.ની યોજાયેલ ચુંટણીની મત ગણતરી ગઈકાલે સંપન્ન થતાં ર૦રર-ર૩નાં નવનિયુકત હોદેદારો ચુંટાઈ આવેલા છે તે તમામને સૌરાષ્ટ્ર ભૂમિ પરીવાર તરફથી શુભકામના પાઠવવામાં આવે છે. આ સાથે ચુંટાયેલા હોદેદારોની નામાવાલી અત્રે પ્રસ્તૃત કરવામાં આવી છે. પ્રમુખ- ઝીંઝુવાડીયા ભાવેશ એમ., સેક્રેટરી- દવે મનોજભાઈ એમ., ઉપપ્રમુખ- જાેષી જયદેવ આર., ઠેસીયા બાબુલાલ એન., જાેઈન્ટ સેક્રેટરી- મોણપરા નરેન્દ્ર એલ., હીરાણી રાજકુમાર ડી., ટ્રેઝરર- લાખાણી મહેશભાઈ બી., કારોબારી સિનીયર- રાવલ ભરતભાઈ એમ., વાધેલા મુકતાબેન પી., કારોબારી સભ્ય- બાબરીયા અજીતસિંહ એચ., ગણાત્રા હિરેન આર., હોલેપોત્રા જીશાન એમ., ઠાકર અમીત એ., હરીયાણી પ્રતિક કે., જેઠવા વિજયસિંહ એન., વ્યાસ પ્રશાંત એન., ચુડાસમા અશોક એમ., ચાંદેકર જીમી એ., મેનોન સીબીતાબેન એન., મહીલા અનામત- ચૌહાણ ધર્મિષ્ઠાબેન (ધારા) એન., ગોરસીયા જયશ્રીબેન ડી., આમંત્રીત સભ્યો- કામદાર મુકેશભાઈ (સદસ્ય બાર કાઉન્સીલ ઓફ ગુજરાત), પુરોહીત નિરવભાઈ કે. (ડીજીપી) જીલ્લા સરકારી વકીલ જૂનાગઢ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews