માળીયા હાટીના તાલુકાનાં પિખોર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ખોટું મતદાન કરવા પ્રશ્ને હુમલો : સામ સામી ફરીયાદ

0

ગઈકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો હતો જાે કે, કયાંક મારમારી કે હુમલાનાં બન્યા હતા જાે કે એકંદરે શાંતિ જળવાઈ હતી. દરમ્યાન માળીયા હાટીના તાલુકાના પિખોર ગામે ખોટું મતદાન કરવાનાં પ્રશ્ને માથાકુટ થઈ હતી આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર દિપકભાઈ રાણાભાઈ સોંદરવા (ઉ.વ.૪પ) રહે. પિખોર વાળાએ અજીત દેવા બાબરીયા, ઉમેશ દેવા બાબરીયા, મગન રામજી, મનસુખભાઈ ભુત, ભરત ગોરધન, અજીત દેવાનો પુત્ર તથા અન્ય ચાર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીનાં પત્ની પિખોર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર હોય અને આ કામનાં આરોપીઓ ભેગા થઈ ખોટું મતદાન કરાવતા હોય, જેને ફરીયાદી ના પાડવા જતાં આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદીને બિભત્સ શબ્દો કહી લાકડાનાં ધોકા તથા લાકડી વડે માર મારી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યાની ફરી પોલીસમાં નોંધાવવામાં આવી છે.  જયારે સામા પક્ષે અજીતભાઈ દેવાભાઈ દયાતર (ઉ.વ.૪૦) રહે. પિખોર વાળાએ દિપક રાણાભાઈ સોંદરવા, ઘુઘાભાઈ, મુળાભાઈ, ધીરૂ ઘુઘા, મુકેશ ઘુઘા વગેરે સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદીનાં ભાઈ ઉમેશભાઈ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્ય તરીકે ઉભેલ હોય અને આરોપી દિપક રાણાભાઈનાં પત્ની જયોતિબેન સરપંચમાં ઉભેલ હોય અને ફરીયાદી તથા સાહેદો પ્રાથમિક શાળા પાસે બહાર ઉભેલ હોય ત્યાં આરોપીઓએ આવી ફરીયાદી તથા સાહેદોને અહીં ખોટું મતદાન કરાવવા ઉભા છો તેમ કહી બિભત્સ શબ્દો કહી ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા માળીયા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એસ.આઈ. મંઘરા આ બનાવ અંગે બંને પક્ષોની ફરીયાદનાં આધારે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!