જૂનાગઢ અને સોરઠમાં હજુ બે દિવસ કોલ્ડવેવ જેવી સ્થિતિ રહેશે

0

જૂનાગઢ શહેરમાં શનિવારથી કોલ્ડવેવની શરૂઆત થઇ છે. શનિવારે લઘુત્તમ તાપમાન ૯.૬ ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠંડીથી રીતસરના ધ્રુજી ઉઠ્‌યા હતા. દરમ્યાન હજુ પણ ૨ દિવસ સુધી કોલ્ડવેવની અસર રહેનાર હોય, લઘુત્તમ તાપમાન ૯ થી ૧૦ ડિગ્રી રહેશે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે લઘુત્તમ તાપમાન ૯.૬ ડિગ્રીએ પહોંચી જતા લોકોને કાતીલ ઠંડીની અસર વર્તાઇ હતી. દરમ્યાન હજુ પણ ૨ દિવસ સુુધી કોલ્ડવેવની અસર રહેશે અને પરિણામે લઘુત્તમ તાપમાન ૯ થી ૧૦ ડિગ્રી સુધી રહેશે. દરમ્યાન રવિવારે શહેરમાં લઘુત્તમ તાપમાન ૯.૮ ડિગ્રી રહ્યું હતું. જ્યારે ગિરનાર પર્વત ઉપર ૪.૮ ડિગ્રી ઠંડી રહેતા પ્રવાસીઓ તેમજ પશુ પક્ષીઓ કાતીલ ઠંડીમાં ઠુંઠવાઇ ગયા હતા. દરમ્યાન ૨૩ ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે પરિણામે ૨૪ અને ૨૫ ડિસેમ્બરે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની સંભાવના છે. આમ, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું થાય તો તેની અસર થતા સોરઠમાં ફરી ઠંડીમાં વધારો થઇ શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!