એક તરફ મોંઘવારીમાં ઘટાડો કરવાની માંગ ઉઠી રહી છે તો બીજી તરફ રોજબરોજની ઉપયોગમાં આવતી વસ્તુઓના ભાવમાં સતત વધારો થતા લોકોની કમર આર્થિક રીતે તૂટી રહી છે. આવામાં હવે સીએનજીના ભાવમાં વધારો ઝીંકાતા પડતા પર પાટું પડ્યા જેવા હાલ થયા છે. અમદાવાદમાં સીએનજીના ભાવમાં ૧.૮૪નો વધારો થતા હવે ભાવ ૬૭.૫૯ થઈ ગયો છે. એક તરફ રિક્ષા ચાલકો દ્વારા સીએનજીના ભાવમાં ઘટાડો કરવાની માગણી કરવામાં આવી રહી હતી તો બીજી તરફ સીએનજીના ભાવ અઢી માસના ટૂંકા ગાળામાં ૫૬.૩૦થી વધીને ૬૭.૫૯ પહોંચી ગયો છે. આમાં આ ટૂંકા ગાળામાં સીએનજીના ભાવમાં રૂપિયા ૧૧.૨૯નો વધારો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં ૨ ઓક્ટોબરે સીએનજીનો ભાવ રૂપિયા ૫૯.૩૦ હતો આ પછી તેમાં તેમાં ૨.૫૬ રૂપિયાનો વધારો થયો હતો એને એ પછી સતત વધારો થતો રહ્યો અને આજે આંકડો ૭૦ની નજીક પહોંચી ગયો છે. આ પછી ૧૮ ઓક્ટોબર, ૨ નવેમ્બર અને ૫ ડિસેમ્બરે પણ ભાવ વધતા સીએનજીની કિંમત ૬૫.૭૪ રૂપિયા પહોંચી હતી. જાેકે, હવે ફરી એકવાર રૂપિયા ૧.૮૫નો વધારો થતા કિંમત ૬૭.૫૯એ પહોંચી ગઈ છે. હજુ પણ આગામી દિવસોમાં સતત સીએનજીના ભાવમાં વધારો થતો રહેશે તેવા કટાક્ષ રિક્ષાચાલકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સીએનજીના ભાવમાં વધારો થતા રિક્ષાચાલક એસોસિએશન દ્વારા ભાડામાં તથા પ્રતિ કિલોમીટરના ભાડામાં વધારાની માગણી બાદ તેને સરકાર દ્વારા સંતોષવામાં આવી હતી. રિક્ષાચાલકોની માગણી બાદ ભાવમાં વધારો થતા સામાન્ય લોકોના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. ઓછામાં ઓછા ભાડાની કિંમત ૧૫ રૂપિયાથી વધારીને ૧૮ કરવામાં આવી હતી. જાેકે, ફરી એકવાર સીએનજીના ભાવમાં વધારો થતા રિક્ષાચાલકો ઊંચાનીચા થઈ રહ્યા છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે સીએનજીના ભાવમાં વધારો થતા ભાડામાં ફરી એકવાર વધારો કરવાની માગણી રિક્ષા એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવી શકે છે. આવામાં સીએનજીના ભાવમાં વધારો થતા બાળકોને સ્કૂલે લઈ જતા વાન અને રિક્ષાના ભાડામાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews