પ્રવાસી શિક્ષકોનાં મહેનતાણામાં છ વર્ષે રૂા.ર૧૦થી લઈને રૂા.૩૬૦ સુધીનો વધારો કરવાનો શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે. ર૦૧પમાં પ્રવાસી શિક્ષક પધ્ધતિ અમલમાં આવ્યા બાદ મહેનતાણામાં કોઈ ફેરફાર કરાયો ન હતો, જેનાં પગલે સંચાલક મંડળ દ્વારા સરકાર સમક્ષ અવાર-નવાર પ્રવાસી શિક્ષકોનાં મહેનતાણામાં વધારો કરવા માટે રજૂઆત કરી હતી, જેનાં પગલે સરકારે તાસદીઠ મહેનતાણાનાં દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. પ્રવાસી શિક્ષકોનાં મહેનતાણામાં સરકાર દ્વારા ૮૦ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજયમાં ર૦૦૯ પછી ગ્રાન્ટેડ શાળાઓમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની ભરતી વિલંબમાં પડેલી છે. ર૦૧૧નાં ઠરાવથી સરકારે ભરતી પોતાનાં હસ્તક લીધી હતી અને ઠરાવની જાેગવાઈ મુજબ રાજયની ગ્રાન્ટેડ શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકનાં શિક્ષકોની પસંદગી તથા ભરતીની કાર્યવાહી સરળ થઈ હતી. કેન્દ્રીય ભરતી સમિતિ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતીની કાર્યવાહી પણ થઈ રહી છે. આ સંજાેગોમાં રાજયમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા માટે પ્રવાસી શિક્ષકની યોજના અમલમાં મુકવામાં આવી હતી. ર૦૧પમાં પ્રવાસી શિક્ષક એટલે કે તાસદીઠ માનદ વેતનથી શિક્ષણકાર્ય કરાવવાની પધ્ધતિ શાળામાં મુખ્ય વિષયનાં શિક્ષકોની નિયમિત ભરતી ન થઈ શકી હોય ત્યાં જેતે જીલ્લાનાં જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળામાં પ્રવાસી શિક્ષકની ભરતી કરવા માટે મંજુરી આપવામાં આવે છે. આ મંજુરીનાં આધારે શાળામાં પ્રવાસી શિક્ષક શિક્ષણ કાર્ય માટે દૈનિક વેતનથી લેવામાં આવે છે. ર૦૧પનાં ઠરાવથી તાસદીઠ અને મહત્તમ દૈનિક વેતન પણ નક્કી કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા નક્કી કરેલા દર મુજબ પ્રાથમિક શિક્ષણમાં તાસદીઠ રૂા.પ૦ અને મહત્તમ દૈનિક તાસ ૬ મુજબ મહત્તમ દૈનિક વેતન રૂા.૩૦૦ રાખવામાં આવ્યું હતું. આ જ રીતે માધ્યમીક શિક્ષણમાં તાસ દીઠ રૂા.૭પ અને મહત્તમ ૬ તાસ મુજબ દૈનિક રૂા.૪પ૦, જયારે ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણમાં તાસદીઠ રૂા.૯૦ અને મહત્તમ ૬ તાસ મુજબ દૈનિક રૂા.પ૪૦ નક્કી કરવામાં આવ્યા હતા. પ્રાથમિકમાં તાસ પધ્ધતિ ન હોય તો દૈનિક માનદ વેતર રૂા.૩૦૦ અને માસિક મહત્તમ રૂા.૭પ૦૦થી વધે નહી તે રીતે તેમજ માધ્યમિકમાં રૂા.૧૩,૪૦૦ અને ઉચ્ચત્તર માધ્યમિકમાં રૂા.૧૩,૭૦૦ નક્કી કરવામાં આવ્યા હતા. દરમ્યાન રાજયમાં પ્રવાસી શિક્ષકોની પધ્ધતિ અમલમાં આવ્યા બાદ તેમનાં મહેનતાણામાં એક પણ વાર વધારો કરવામાં આવ્યો ન હોય સંચાલક મંડળનાં પ્રમુખ ભાસ્કર પટેલે સરકાર સમક્ષ પ્રવાસી શિક્ષકોનાં મહેનાતાણામાં વધારો કરવા માટે અનેકવાર રજૂઆત કરી હતી, જેનાં પગલે શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડી પ્રવાસી શિક્ષકોનાં મહેનતાણાનાં દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા કરવામાં આવેલા વધારા અનુસાર, પ્રાથમિકમાં તાસદીઠ રૂા.પ૦નાં બદલે રૂા.૮પ કરવામાં આવ્યા છે. જયારે માધ્યમિકમાં તાસદીઠ રૂા.૬૦થી વધારીને રૂા.૧૩પ કરવામાં આવ્યા છે. ઉચ્ચત્તર માધ્યમિકમાં તાસદીઠ રૂા.૯૦નાં બદલે રૂા.૧૪૦ કરવામાં આવ્યા છે, આમ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક વિભાગમાં પ્રવાસી શિક્ષકોનાં મહેનતાણાનાં દરમાં ૭૦ ટકાનો, માધ્યમિક વિભાગમાં ૮૦ ટકાનો અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં પ૬ ટકાનો વધારો કરાયો છે. પ્રાથમિક વિભાગમાં તાસ પધ્ધતિ અમલમાં ન હોવાથી ઉચ્ચક માસિક વેતન રૂા.૧૦,પ૦૦થી વધે નહી તે રીતે અમલમાં રહેશે. અગાઉ માસીક વેતન રૂા.૭પ૦૦ જેટલું હતું, આમ હવે પ્રાથમિકનાં પ્રવાસી શિક્ષકોને માસિક રૂા.૩૦૦૦ જેટલું વધુ મળશે. આ જ રીતે માધ્યમિકમાં અગાઉ મહત્તમ માસિક વેતન રૂા.૧૩,૪૦૦ જેટલું હતું. જાેકે, હવે તેમને મહત્તમ માસિક વેતન રૂા.૧૬,પ૦૦ મળશે. એટલે કે માધ્યમિકનાં પ્રવાસી શિક્ષકોને પણ રૂા.૩૧૦૦ વધુ મળશે. માસિક વેતન મહત્તમ રૂા.૧૩,૭૦૦ હતું, જે વધીને હવે રૂા.૧૬,૭૦૦ થશે, જેથી તેમને પણ માસિક રૂા.૩૦૦૦ વધુ મળશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews