ખંભાળિયા તાલુકાની મહત્વની શક્તિનગર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવા ચહેરાને સ્થાન

0

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની જુદી જુદી ૧૨૮ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી ગત રવિવારે એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જેના તમામ પરિણામો વિધિવત રીતે ગઇકાલે જાહેર થયા છે. જેમાં ખાસ કરીને ખંભાળિયા શહેરની નજીક આવેલી મહત્વની એવી શક્તિનગર, ધરમપુર સહિતની ગ્રામ પંચાયતોમાં નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપી, મતદારો દ્વારા વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ખંભાળિયા શહેરની બગલમાં આવેલી અને મોટી તથા મહત્વની એવી શક્તિનગર ગ્રામ પંચાયત દાયકા અગાઉ લોકપ્રિય અને સક્રિય સરપંચ સ્વ. વસરામભાઈ નકુમની કામગીરીને ધ્યાને લઈ અને સ્થાનિકોની અપેક્ષા મુજબ તેમના પરિવારના પુનમબેન મયુરભાઈ નકુમ દ્વારા સરપંચ પદ માટે દાવેદારી કરવામાં આવી હતી. આ ઉપરાંત અતિ રસાકસી ભર્યા અને મહત્વના એવા વોર્ડ નંબર ૧૪ના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં નવયુવા ઉમેદવાર કે તેમને સમગ્ર રામનાથ તથા શક્તિનગર વિસ્તારમાંથી પ્રચંડ જનસમર્થન સાંપડ્યું હતું, તેવા કરણ ભરતભાઈ સવજાણી નામની બે યુવા પ્રતિભાઓને મતદારોએ નોંધપાત્ર મત આપી વિજેતા બનાવ્યા હતા. શક્તિનગર વિસ્તારમાં રોડ, રસ્તા, સફાઈ તથા પીવાના પાણીના મહત્વના પ્રશ્નોના નિરાકરણ લાવવાની નેમ સાથે આવેલા ભાજપ પ્રેરીત મહિલા સરપંચ પુનમબેન નકુમ તથા યુવા અને સક્રિય કાર્યકર કરણ સવજાણીને સ્થાનિક લોકોએ વિજેતા બનાવ્યા છે. આ ઉપરાંત હર્ષદપુર વિસ્તારમાં કાંતાબેન જમનભાઈ નકુમને ૨૩૫૬ મત, ધરમપુરમાં રાકેશ માવજીભાઈ નકુમને ૪૦૦૫ મત તેમજ રામનગરમાં સંજનાબેન સુનિલભાઈ નકુમને ૨૦૪૫ મત મળ્યા છે. આમ, ઉપરોક્ત ચારેય ગ્રામ પંચાયતમાં સતવારા જ્ઞાતિનું વર્ચસ્વ બરકરાર રહ્યું છે. ધરમપુર વિસ્તારમાં રાકેશ નકુમ તથા જયેશ ખાણધર વચ્ચે રસાકસી ભરી સ્પર્ધા હતી. આ ચૂંટણીમાં ધરમપુરમાં સભ્યપદ ભાજપના મહિલા મોરચાના પ્રમુખનો નજીવા માટે પરાજિત થયા છે. રામનગરમાં ચૂંટણી પહેલા બંને હરીફ ઉમેદવારો વચ્ચે સારી રીતે સંકલન તથા કોઇપણ દ્વેષ વગર ચૂંટણી યોજાઈ હતી અને એક માત્ર એજન્ડા ગ્રામ પંચાયતના વિકાસનો હતો. જ્યારે અનેક સ્થળોએ વિજેતા અને પરાજીતો વચ્ચે તદ્દન પાતળી સરસાઈ રહી હતી. રસાકસી ભરેલી અને ઉત્તેજનાસભર બેઠકમાં વિજેતા સરપંચ તથા સદસ્યોના ભવ્ય વિજય સરઘસ પણ નીકળ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!