જૂનાગઢ જીલ્લાની ૩૩૬ ગ્રામ પંચાયોતની ચુંટણીનાં પરીણામ જાહેર : રાજકીય પક્ષોનાં જીતનાં દાવા

0

ગઈકાલનો દિવસ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉમેદવારી કરનારા સરપંચ પદનાં દાવેદારો તેમજ સભ્ય પદનાં દાવેદારો માટે મહત્વનો દિવસ હતો. કારણ કે તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ ગઈકાલે જે તે સેન્ટર ઉપર મત ગણતરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી જ લોકોનાં ટોળેટોળા મત ગણતરી સેન્ટરની બહાર જાેવા મળતા હતાં. ગઈકાલે બહાઉદીન કોલેજ ખાતે પણ જૂનાગઢ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ચુંટણીનું મત ગણતરીનું કાર્ય ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયું હતું. અને મોડી રાત્રી સુધી લોકો પરીણામની રાહ જાેતા હતાં. અને એક પછી એક પરીણામો બહાર આવી રહયા હતાં. આ ચુંટણીનાં પરીણામો અંગે કોંગ્રેસ-ભાજપ દ્વારા પોતાનાં પક્ષ પ્રેરીત ઉમેદવારોને જ વધુ બેઠકો મળી છે તેવા દાવાઓ થઈ રહયા છે. જૂનાગઢ જીલ્લાની ૩૩૬ ગ્રામ પંચાયતની ચુંટણી માટે થયેલ ૭૩.ર૦ ટકા મતદાન બાદ ગઈકાલે ૯ તાલુકા મથકોએ મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. સવારથી મત ગણતરી સ્થળોએ સરપંચ અને સભ્ય પદ માટે ચુંટણી લડી રહેલા ઉમેદવારોના સમર્થકોનો જમાવડો જાેવા મળ્યો હતો. મોડી રાત સુધી મત ગણતરી ચાલી હતી. ત્યારે આ તકે ભાજપ-કોંગ્રેસ બંનેએ પોત પોતાની જીતનાં દાવાઓ કર્યા છે. જૂનાગઢ જીલ્લાની ૩૬ ગ્રામ પંચાયતમાંથી ૮૦ ટકા ગ્રામ પંચાયતમાં ભાજપ તરફી સરપંચ ઉમેદવારોના વિજય થયા હોવાનું જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રથી લઈને રાજય, જીલ્લા મથક, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં ભાજપ સરકાર હોવાથી સરકારનાં વિકાસલક્ષી કામોને લઈને ગામડાઓમાં પણ ભાજપ તરફી માહોલ છવાયો છે. ચુંટાયેલા ૮૦ ટકા સરપંચો ભાજપ સમર્થિત કાર્યકરો ચુંટાયા છે. અને આગામી દિવસોમાં ચુંટાયેલા ભાજપ તરફી સરપંચોની પરેડ કરવાની જવાબદારી તેઓએ લીધી હોવાનો દાવો કર્યો છે. જયારે સામે પક્ષેથી જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકીયાએ જૂનાગઢ જીલ્લામાં ૩૩૬ ગ્રામ પંચાતયોમાં પપ થી ૬૦ ટકા કોંગ્રેસ તરફી ઉમેદવારો વિજય બન્યા હોવાનું જણાવ્યું હતું. જૂનાગઢ જીલ્લામાં ૩૩૬ ગ્રામ પંચાયતમાં ૩૩૩ સરપંચ પદ અને ૧૮૮ર વોર્ડ સભ્યની મત ગણતરી માટે કવાયત ચાલી હતી. જેમાં સાંજ સુધીમાં ૪૮.રર ટકા મત ગણતરી પૂર્ણ થયેલ હતી. સાંજ સુધીમાં ૧૬૩ ગ્રામ પંચાયતો અને ૮૦ર વોર્ડ સભ્યની ગણતરી પૂર્ણ થયેલ હતી. બાકી રહેલા ર૭ર સરપંચ અને ૧૦૮૦ વોર્ડ સભ્યનાં પરીણામ માટે મોડી રાત્રી સુધી ગણતરી ચાલી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!