સોમનાથ જિલ્લાનું ગૌરવ કોડીનાર સ્થિત સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલ

0

વાંચન એ જીવનના ઘડતર માટેનું પાયાનું સાધન છે, જેનાથી વિચારોને મોકળાશ મળે છે. દુનિયાના તમામ ખજાના કરતા પુસ્તકોનો સંગ્રહ સૌથી મોટો ખજાનો છે. ઉપરોક્ત વિચારોને સાર્થક કરી વિદ્યાર્થીઓમાં વાચન કલાને ફરીથી જાગૃત કરવા માટે પૂરતુ વાચન સાહિત્ય પુરૂ પાડનાર એક માત્ર શાળા સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલ- ઝ્રમ્જીઈ એ વાચન સંસ્કૃતિમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ અને સમગ્ર દેશમાં દસમું સ્થાન પ્રાપ્ત કરી કોડીનાર શહેરનું નામ રોશન કર્યુ છે. આ સમારોહ ધ લીલા એમ્બિયન્સ, દિલ્હી ખાતે યોજાયેલ હતો. જેમાં શાળાના સંચાલક સુરિંદરસિંહ સોલંકી તેમજ આચાર્ય હરિ રાધાક્રિશનનએ હાજરી આપી એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. કોડીનાર ખાતે આ અમૂલ્ય સિધ્ધિ હાંસલ કરી શિક્ષણ ક્ષેત્રે એક નવો માપદંડ સ્થાપિત કરતા શાળાનાં તમામ શિક્ષકો, વાલીગણ તેમજ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!