ઉનાનાં વ્યાજપર ગામ નજીક બાઈક અને એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત

0

વેરાવળ-ભાવનગર રોડ અકસ્માત ઝોન બની ગયો હોય તેમ દિવસેને દિવસે છાશવારે અકસ્માતોના અનેક બનાવો બનતા હોય છે. ત્યારે ઉમેજથી વાવરડા ગામ જઈ રહેલ જીજે-૩૨-બીઈ-૫૩૨૩ નંબરના બાઈક સવાર યુવરાજસિંહ દુદાવાળા, આતુભાઈ દુદાવાળા, તથા હરપાલસિંહ દુદાવાળા વ્યાજપર ગામ નજીક પહોંચતા ઉનાથી રાજુલા જતી એસટી બસે બાઇક ચાલકને અડફેટે લેતાં રોડ ઉપર ફંગોળાઈ જતા હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક ૧૦૮ની મદદ દ્વારા ઉના મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળ ઉપર એસ ટી બસ નં.જીજે-૧૮-જેડ-૪૩૬૩ નંબરનો બસ ચાલક ભીમાભાઈ કે. રામ અકસ્માત સર્જી નાસી જતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!