તાલાલાની ઘુંસીયા ગ્રામ પંચાયતમાં આપ-કોંગ્રેસની સંયુક્ત પેનલને ભાજપે હરાવી

0

તાલાલા તાલુકાની ઘુંસીયા જિલ્લા પંચાયત હેઠળનું ઘુંસીયા ગામ કોંગ્રેસનો ગઢ ગણાતું હોય સાથે આમઆદમી પાર્ટીમાં સક્રીય પ્રવિણ રામનું પણ ગામ હોય પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ, આપની સંયુક્ત પેનલ ભાજપ પ્રેરિત પેનલ સામે ચૂંટણી જંગમાં ઉતરી હતી. ત્યારે તાલાલા તાલુકા આહીર સમાજનાં યુવા અગ્રણી અને ગીર-સોમનાથ જિલ્લા યુવા ભાજપનાં પૂર્વ પ્રમુખ ભરત વાળાએ પોતાના હોમગ્રાઉન્ડમાં ઉમેદવારોથી લઈ ચૂંટણીની રણાીચિ સુઝબુઝથી ગોઠવી મતદારો સાથેના પોતાના વ્યકિતગત સંબંધો કામે લગાડતા ભાજપે ઘુંસીયામાં કોંગ્રેસ-આપ પ્રેરિત સંયુક્ત પેનલનો સફાયો બોલાવી સરપંચ સહિત પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવતા ઘુંસીયા ગ્રામ પંચાયતનાં આ પરિણામે રાજકીય ગરમાવો લાવી દીધો છે. આમ કોંગ્રેસ અને આપ પ્રેરીત પેનલ સામે મળેલી સફળતા તાલાલા પંથકમાં આવનારા રાજકીય સમીકરણોમાં અગત્યની ભૂમિકા ભજવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!