જાણીતા શિક્ષણવિદ પ્રદીપભાઈ ખીમાણીની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનાં ડાયરેકટર પદે નિમણુંક : અભિનંદન

0

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનાં અગ્રણી, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રશિક્ષણ વર્ગનાં સંયોજક તથા શિક્ષણવિદ પ્રદીપભાઈ ખીમાણીની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર પદે નિમણુંક કરવામાં આવતાં ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્મા, મહામંત્રી સંજયભાઈ મણવર, ભરતભાઈ શીંગાળા, શૈલેષભાઈ દવે, મેયર ધીરૂભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસક પક્ષનાં નેતા નટુભાઇ પટોળીયા, દંડક ધરમણભાઇ ડાંગર તથા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં હોદ્દેદારો, પદાધિકારીઓ, દરેક મોરચાના પ્રમુખ મહામંત્રી તથા દરેક વિભાગ તથા સેલના કન્વિનર સહકન્વિનરોએ હર્ષોલ્લાસ સાથે પ્રદીપભાઈ ખીમાણીને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી તેમ ભાજપા જૂનાગઢ મહાનગર મિડીયા વિભાગનાં સંજય પંડ્યાની યાદીમાં જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!