કોરોના વાયરસનો ઓમિક્રોન વેરીયન્ટ જયારે સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાઈ રહયો છે ત્યારે વૈજ્ઞાનિકો વેકસીન દ્વારા જે રક્ષણ મળે તેને તોડવાની ઓમિક્રોનમાં ક્ષમતા છે કે કેમ તેમજ ગંભીર રોગ આપવાની તેની ક્ષમતા અંગે સંશોધન કરી રહયા છે. ર૪ નવેન્બરનાં રોજ વિશ્વ આરોગ્ય સંઘને ઓમિક્રોન વેરીયન્ટ અંગેનાં સૌપ્રથમ ડેટા આપવામાં આવ્યા હતાં. પરંતુ મોટા ભાગના અભ્યાસો સુચવે છે કે આ ઉનાળે ભારતમાં ઘાતકી બીજી લહેર સર્જનારા ડેલ્ટા વોરીયન્ટ કરતા તે વધુ સંક્રામક છે. વિશ્વ આરોગ્ય સંઘે જણાવ્યું છે કે અગાઉનાં વેરીયન્ટમાં કયારેય જાેવા નથી મળી એ ઝડપે ઓમિક્રોન ફેલાઈ રહયો છે. અનેક યુરોપીયન દેશો યુકે, ઓસ્ટ્રેલીયા અને અમેરીકામાં દરરોજ સૌથી વધુ કેસો સામે આવી રહયા છે. વિશ્વ આરોગ્ય સંઘે જણાવ્યું હતું કે ઓમિક્રોન હવે દુનિયાનાં ૮૯ દેશો સુધી ફેલાઈ ગયો છે અને હજુ ફેલાવવાનું ચાલુ છે. નેધરલેન્ડે ૧૪ જાન્યુ. સુધી ઓમિક્રોન સામે કડક લોકડાઉન પણ લાગુ કરી દીધુ છે. જયાંથી ઓમિક્રોન વેરીયન્ટની ઉત્પત્તિ થઈ છે તે દક્ષિણ આફ્રીકામાં રોજનાં ૩૦૦ કેસ આવતા હતાં તે હવે રોજનાં ર૬૦૦૦ થી ર૮૦૦૦ કેસ આવવા લાગ્યા છે. ૯૮ ટકા જીનોમ સિકવન્સ સેમ્પલ છે. ઓમિક્રોનની તીવ્રતા અંગે વિરોધાભાસી પુરાવાઓ મળી રહયા છે. યુનિવર્સીટી હોંગકોંગનાં અભ્યાસ અનુસાર ઓમિક્રોન ડેલ્ટા વેરીયન્ટ કરતાં શ્વસનતંત્રના માર્ગમાં ૭૦ ગણી વધુ ઝડપથી ફેલાય છે. જાે કે હોંગકોંગમાં સ્કુલ ઓફ પબ્લીક હેલ્થ ખાતેનાં મુખ્ય સંશોધન અને એસોસીએટ પ્રો. ડો. માઈકલ ચાન ચી વાય અને સીએસઆઈઆર ઈન્સ્ટીટયુટ ઓફ જીનોમિકસ એન્ડ ઈન્ટીગ્રેટીવ બાયોલોજીનાં ડાયરેકટર ડો. અનુ અગ્રવાલ કહે છે કે આ વાયરસ છે, સંક્રામક છે, પરંતુ તેની અસર એટલી બધી તીવ્ર જાેવા મળશે નહી. પરંતુ લંડનની ઈમ્પીરીયલ કોલેજનાં અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે ઓમિક્રોન ડેલ્ટાથી ઓછો તીવ્ર છે એવા કોઈ પુરાવા નથી. એવા પણ પુરાવા આવી રહયા છે કે ઓમિક્રોન અગાઉ જેમને કોરોના થઈ ગયો હોય અને આવી વ્યકિતઓમાં જે ઈમ્યુનીટી પેદા થઈ હોય તેને તોડવા સક્ષમ છે. અથવા તો વેકસીન દ્વારા જે ઈમ્યુનીટી આવી હોય છે તેને પણ ઓમિક્રોન વેરીયન્ટ તોડી શકે તેમ છે. ઓમિક્રોનને કારણે હોસ્પીટલમાં દાખલ થવાની અને મૃત્યુંનો દર ઘણો નીચો છે તેમ છતાં નિષ્ણાંતો કહે છે કે આપણે ઓમિક્રોન સામે ગાફેલ રહેવાની જરૂર નથી. આપણે સતર્ક રહીને તમામ પ્રોટોકોલનું પાલન કરવાની જરૂર છે. ભારતમાં મોટા ભાગનાં કેસો આંતરરાષ્ટ્રીય પ્રવાસનો ઈતિહાસ ધરાવનારા લોકો પુરતા સીમીત છે અને તેનાથી હળવું સંક્રમણ થાય છે તેવું આરોગ્ય મંત્રાલયના સંયુકત સચીવ લવ અગ્રવાલે જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews