Monday, July 4

જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરીષદ પ્રન્યાસી મંડલની કેન્દ્રીય બેઠકનું આયોજન : આજે પત્રકાર પરીષદ

0

વિશ્વ હિન્દુ પરીષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આજે જૂનાગઢનાં આંગણે એક મહત્વની બેઠક યોજવામાં આવી રહી છે અને જેના ભાગરૂપે આજરોજ જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામી નારાયણ સુવર્ણ મુખ્ય મંદિરનાં ઉતારા વિભાગ ખાતે એક પત્રકાર પરીષદ પણ યોજવામાં આવી રહી છે. વિશ્વ હિન્દુ પરીષદ પ્રન્યાસી મંડલ કેન્દ્રીય બેઠક અંતર્ગત યોજાયેલી આ પત્રકાર પરીષદમાં વિશ્વ હિન્દુ પરીષદનાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં પદાધિકારીઓ અને વિહિપનાં વરીષ્ઠ કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહયા હતા અને કેન્દ્રીય બેઠક અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત આગામી કાર્યક્રમો અંગે પણ રૂપરેખા દર્શાવી હતી. વિશ્વ હિન્દુ પરીષદ જૂનાગઢ મહાનગરનાં મંત્રી હિરેનભાઈ રૂપારેલીયા તેમજ વિહિપનાં તમામ કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.  સૌરાષ્ટ્ર પ્રાંતનાં મંત્રી ભુપતભાઈ ગોવાણી અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભાવિ કાર્યક્રમ અંગે માહિતી પણ આપવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!