ગ્રામ પંચાયતની ચુંટણી હમેંશા નાના એવા ગામોમાં અને પરીવારોમાં વેરઝેર ઉભા કરી દે છે. તે જ રીતે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના ખેરાળી ગામે ગ્રામ પંચાયતની ચુંટણીને લઇ બે દાયકા પૂર્વે ઉભા થયેલા મતભેદોના લીધે બે ગ્રુપો પડતા ગામની એકતા તુટયા બાદ સામ સામે ચુંટણી લડતા હોવાથી વેરઝેર હતા. દરમ્યાન આ વખતની ચુંટણીમાં ગામના અગ્રણીએ સામેવાળા ગ્રુપના મોભીને સતાનું સુકાન સોંપવા કરેલ પહેલના પગલે ગ્રામજનો એક તાંતણે થવા લાગ્યા હતા. આ વખતે ગ્રામ પંચાયતના સરપંચ તથા ૮ વોર્ડ સભ્યોની ચુંટણીમાં એક જ પરીવારના ૭ સભ્યો સરપંચ પદ તથા ૬ વોર્ડમાં ચુંટાયા આવ્યા છે. વેરાવળ તાલુકામાં એક હજારથી વધુ વસ્તી ધરાવતા ખેરાળી ગામમાં બે દાયકા પૂર્વે ગ્રામ પંચાયતની ચુંટણીમાં મેરામણભાઇ ઝણકાંત અને વિરાભાઇ ખેર બંને અગ્રણીઓએ સામસામે ઝંપલાવતા ગામમાં ભાગલા પડવાના બીજ રોપાયા હતા. ત્યારથી જ બંને અગ્રણીઓના પરીવારજનો વચ્ચે પણ સારા-નરસા પ્રસંગોએ એક-બીજાના ઘરે આવરો-જાવરાના વ્યવહારો પણ બંધ થઇ ગયા હતા. બે દાયકાના સમયગાળા દરમ્યાન યોજાયેલ ચારેક વખતની ચુંટણીમાં બંને અગ્રણીના ગ્રુપો સામ-સામે બાયો ચડાવી જાેરશોરથી ચુંટણી લડતા હતા. જેના લીધે વર્ષોથી એક મત રહેતુ ખેરાળી ગામ કાયમી માટે બે ભાગમાં વહેંચાય ગયેલુ જાેવા મળતું હતુું. દરમ્યાન આ વખતે આવેલ ગ્રામ પંચાયતની ચુંટણી સમયે અગાઉથી મેરામણભાઇએ કરેલ પહેલના લીધે આગામી સમયમાં ગામ એકતાનું મિશાલ બની રહેશે. જે અંગે ગામના યુવાન સુભાષ ઝણકાંતે જણાવેલ કે, અમારા ગામના અગ્રણી કે જે બે દાયકાથી ચુંટણીઓમાં વિજય મેળવી ગામનું સરપંચ પદ સંભાળી રહેલ હતા. આ ચુંટણીના લીધે ગામ બે ભાગમાં હોય જે એક મત થાય તેવું ગ્રામજનો ઇચ્છી રહયા હતા. ત્યારે આ વખતની ચુંટણી પૂર્વે જ વર્તમાન સરપંચ મેરામણભાઇ ઝણકાંતે સામેથી સામાવાળા ગ્રુપના મોભી વિરાભાઇ ખેરને સરપંચ પદ સાંેપવા અને પોતે ચુંટણી નહીં લડે તેવી પહેલ કરી હતી. જેથી તમામ મતભેદો ભુલી વિરાભાઇ ખેરએ પહેલને આવકારી સ્વીકાર કર્યો હતો. ગામમાં એકતા લાવવા સાથે મળીને કામ કરવાની કટીબધ્ધતા દર્શાવી હતી. વધુમાં સુભાષભાઇએ કહેલ કે, પહેલના લીધે એક તબકકે ખેરાળી ગામ સમરસ થાય તેવી પરિસ્થિતિ સર્જાયેલ હતી. પરંતુ ગામમાં એકતા આવે અને ગ્રામજનો એક તાંતણે બંધાય તેવું અમુક વિધ્નસંતોષી લોકો ઇચ્છતા ન હોવાથી ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ પદ તથા ત્રણ વોર્ડમાંથી તેમના ટેકેદારો સાથે ઉમેદવારી કરાવી હતી. જેના પગલે સરપંચ તથા ૮ વોર્ડ ધરાવતી ગ્રામ પંચાયતમાં ચુંટણી પૂર્વે જ ૫ વોર્ડ સભ્યો બિનહરીફ થઇ ગયા હતા. જેમાં ૫ પૈકી ૪ સભ્યો તો એક જ પરીવારના સભ્યો છે. જયારે બાકીના ૩ વોર્ડની અને સરપંચ પદની ચુંટણી યોજાઇ હતી. જેમાં પણ સરપંચ પદ વિરાભાઇ ખેરના પત્ની મણીબેનનો ઝળહળતો વિજય થયેલ જયારે ૩ વોર્ડમાંથી બે સભ્યો વિરાભાઇની પેનલના જીત્યા હતા. જયારે સામાપક્ષનો એક જ સભ્યનો વિજય થયો હતો. આમ, ખેરાળી ગ્રામ પંચાયતમાં સરપંચ તથા ૮ વોર્ડ મળી કુલ ૯ પદ પૈકી ૭ પદો ઉપર એક જ પરીવારના સભ્યો ચુંટાઇ આવ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews