જૂનાગઢ એસટી વિભાગ દ્વારા તમામ સ્ટાફ, મુસાફરો માટે માસ્ક ફરજીયાત કરાયું

0

કોરોના મહામારીની ફરી શરૂઆત થઇ ગઇ છે ત્યારે જૂનાગઢ એસટી દ્વારા તમામ સ્ટાફ, મુસાફરો માટે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે. આ અંગે એસટીના ડિવીઝનલ કન્ટ્રોલર જી.ઓ. શાહે જણાવ્યું છે કે, થોડા સમય શાંત રહ્યા બાદ કોરોના રિટર્ન થયો છે. એમાં પણ એમિક્રોન નામના નવા વાયરસે મેગા સીટીમાં દેખા દીધી છે. ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે એસટી દ્વારા માસ્ક ફરજીયાતનો ર્નિણય કરવામાં આવ્યો છે. એસટીના ડ્રાઇવર, કન્ડકટર સહિતના તમામ સ્ટાફ અને મુસાફરો માટે માસ્ક ફરજીયાત પહેરવાનો ર્નિણય કરાયો છે. સાથોસાથ પ્રવાસીઓને કોરોના વેક્સિન લીધું છે કે નહિ ? જાે ન લીધું હોય તો સત્વરે લઇ લેવા માટે પણ સમજાવવામાં આવે છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લો કોરોના મુક્ત રહ્યો છે. ત્યારે આ સ્થિતી જળવાઇ રહે તે માટે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા ખાસ જણાવાઇ રહ્યું છે. બસમાં કન્ડકટર તેમજ અન્ય સ્ટાફ દ્વારા પણ મુસાફરોને માસ્ક ફરજીયાત પહેરવા જણાવાઇ રહ્યું છે. આમ, કોરોના સંક્રમણને અટકાવવા એસટી તંત્ર દ્વારા સઘન પ્રયાસ શરૂ કરી દેવાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!