શ્રી શારદાપીઠ કોલેજ દ્વારકાનું ગૌરવ

0

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજીત આંતર કોલેજ બેડમિન્ટન સ્પર્ધામાં શ્રી શારદાપીઠ કૉલેજ દ્વારકામાં  એમ.કોમ સેમ-૧ માં અભ્યાસ કરતી  શર્મા રિધમ નૈમિષકુમાર તારીખ ૨૦/૧૨/૨૦૨૧નાં રોજ પોરબંદર ખાતે ભાગ લઈને બેડમિન્ટન રમતમાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કરીને કોલેજ તેમજ સમગ્ર દ્વારકાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ વિદ્યાર્થીની હવે તા. ૨ જાન્યુઆરી ૨૦૨૨ નાં રોજ વેસ્ટ ઝોન બેડમિન્ટન સ્પર્ધામાં ભોપાલ ખાતે ભાગ લેવા માટે જશે.  આ વિદ્યાર્થીને કોલેજના આચાર્ય ડો.એસ. એ. વાઢેરનાં માર્ગદર્શન અંતર્ગત પ્રા. હર્ષાબેન એ. વાળાએ જહેમત ઉઠાવી વિદ્યાર્થીને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું તેમજ સર્વે સ્ટાફે વિદ્યાર્થીનીને શુભેચ્છા પાઠવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!