સમૃધ્ધ ખેતી-સમૃધ્ધ ભારતના સપના સાકાર કરતા ડોક્ટર પમ્પસએ લાખો ખેડૂતોના દિલમાં સ્થાન મેળવી સમગ્ર દેશમાં નામના મેળવી છે ત્યારે ખેતી અને ગામડાઓના વિકાસથી જ દેશનો વિકાસ શક્ય બને છે તેવા ઉમદા આશય સાથે ખેતી ક્ષેત્રે કંઇક અનોખું કરી જ્વલંત સફળતા મેળવનાર પ્રગતિશીલ ખેડૂત રત્નોના સન્માનનો એક અનોખો અને વિશિષ્ટ કાર્યક્રમ ડોક્ટર પમ્પસ પરિવાર અને તેના મોભિ પરસોત્તમભાઇ કામાણીની પ્રેરણાથી યોજાયો હતો. ખેડૂતોના અતૂટ વિશ્વાસને જ પોતાની સફળતાનો પાયો ગણી ખેડૂતોના ઋણ સ્વીકાર રૂપે ડોક્ટર પમ્પસ અને પરસોત્તમભાઇ કમાણી ગ્રામ વિકાસ અને ખેતી તથા ખેડૂતોના વિકાસ માટે કાર્ય કરે છે સાથોસાથ છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને ખુબ ઉપયોગી અને લાભકર્તા ગુજરાતી સામયિક ‘ગ્રામ સેતુ’ પ્રસિધ્ધ કરે છે જેનાથી અનેક ખેડૂતોને પ્રેરણા મળી છે. ખેડૂતોના ઋણ સ્વીકારના ભાગ રૂપે ‘ગાજર’ને લોકભોગ્ય બનાવનાર પદ્મશ્રી એવોર્ડ વિજેતા સ્વ. વલ્લભભાઇ વશરામભાઇ મારવાણિયાને રૂા.૧,૨૫૦૦૦નો મરણોત્તર પુરસ્કાર, સન્માન તથા માનપત્ર તેમના પુત્ર અરવિંદભાઇને આપી ખરા અર્થમાં ખેડૂત અને ખેતીને નવી દિશા દર્શાવી નવી કેડી કંડારી હતી. આણંદાબાવા સંસ્થા જામનગરના મહંત દેવપ્રસાદજી મહારાજે ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવી ખેતીલક્ષી ઉદાહરણો આપી ખેડૂતોને ખેતી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. વી.પી. ચોવટિયા, ફુલછાબના તંત્રી કૌશિકભાઇ મહેતા, ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, શિક્ષણ વિસ્તરણ નિયામક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડો. હસમુખભાઇ ગાજીપરા અને ડોક્ટર પમ્પસના ચેરમેન પરસોત્તમભાઇ કમાણી અને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે સ્વ. વલ્લભભાઇ મારવાણિયા ઉપરાંત પ્રગતિશીલ ખેડૂતો નાની ભણસાળ ગામ તા.કાલાવડના વિઠ્ઠલભાઇ સંઘાણી, ગુંદાળા ગામ તા.ગોડલના અશોકભાઇ સખિયા, ટીટોડી ગામ તા.કેશોદના ભિમશીભાઇ બારૈયાનું રૂા.૧૧૦૦૦ રોકડ ભેટરાશી, સન્માનપત્ર અને શાલ ઓઢાડી અભિવાદન કરાયું હતું. જ્યારે કેશોદ ગામના અર્જુનભાઇ પાઘડાર કે જેઓએ સ્વર્ગારોહણ ભઠ્ઠીની શોધ કરી છે તેમનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. ખરા અર્થમાં ખેતી અને ખેડૂત પ્રત્યે સંવેદનાની કમાણી કરી જાણનાર ડોક્ટર પમ્પસના ચેરમેન પરસોત્તમભાઇ કમાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોનું ૠણ ઉતારવા ખેડૂત લક્ષી પ્રવૃતિ કરીએ છીએ. ઉદ્યોગપતિઓએ રાષ્ટ્રીય ભાવના કેળવી એકજૂથ થઇ ગામડાઓનો વિકાસ કરવો જાેઇએ. ખેડૂતો અને ગામનો વિકાસ થશે તો જ દેશનો વિકાસ થશે. હવે સ્વચ્છ ગામની ઝુંબેશ ઉપાડી, ગામના વિચારમાં પરિવર્તન લાવી આદર્શગામ બનાવવાની નેમ છે. ડોક્ટર પમ્પસની ફેક્ટરી ખાતેના કોન્ફરન્સ હોલમાં આયોજીત ખેડૂતોના જાજરમાન સન્માન પ્રસંગે ધીરૂભાઇ સુવાગિયા (ફાલ્કન પમ્પ), કૃષિ તજજ્ઞ હિરજીભાઇ ભિંગરાડિયા, વિજયભાઇ ડોબરિયા (સદભાવના વૃધ્ધાશ્રમ), છગનભાઇ ગઢિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગોહેલ તથા પ્રીતિબેન, નારણભાઇ પટેલ (આઇ.બી.ડબલ્યુ), મનુભાઇ ટિલવા, ડો. થોભણભાઇ ઢોલરિયા, શિવલાલભાઇ બારસિયા(પૂર્વ ઉપપ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ), શિવલાલભાઇ ભંડેરી (સરગવાનો ઓર્ગેનિક પાવડર બનાવનાર-ગોંડલ) અને વિવિધ ગામડેથી આવેલા પ્રગતિશીલ ખેડૂતો, ઉદ્યોગપતિઓએ હાજર રહી ડોક્ટર પમ્પસના આ ખેડૂત સન્માનના નમ્ર પ્રયાસને વધાવી લીધો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews