જૂનાગઢ જિલ્લાના ૨ બાલ વૈજ્ઞાનિકોના લઘુ સંશોધનોની રાષ્ટ્રીય સ્તરે પસંદગી

0

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદનું અમદાવાદ સાયન્સ સીટી ખાતે રાજ્ય કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાંથી બાર હજારથી વધુ લઘુ સંશોધનો જિલ્લા સ્તરે રજૂ કરવામાં આવેલ હતા. જેમાં જિલ્લામાંથી ૫ સંશોધનોની પસંદગી કરવામાં આવેલ હતી. જેઓ રાજ્ય કક્ષાએ પોતાનું સંશોધન રજુઆત કરેલ હતી. જેમાં ગુજરાત રાજ્યમાંથી ૩૩ સંશોધનોની પસંદગી કરવામાં આવેલ હતી. કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને હષ્ઠજંષ્ઠ નેટવર્ક દ્વારા “રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ”નું ચોક્કસ વિષયને કેન્દ્ર સ્થાને રાખીને પ્રતિવર્ષ ૧૦ થી ૧૭ વર્ષની જૂથના વિદ્યાર્થીઓ માટે જિલ્લા સ્તરે, રાજ્ય અને ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવે છે. જેમાં જૂનાગઢ જિલ્લામાંથી ૨ બાલ વૈજ્ઞાનિકોની રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામ્યા છે. જેમાં કુમારી એંજલ શૈલેષભાઈ કાછડીયા  શ્રી એન.પી.ભાલોડિયા સ્કૂલ જૂનાગઢ અને કુમારી જાેઈલ માતંગભાઈ પુરોહિત શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર જૂનાગઢ પસંદગી પામ્યા હતા. જેઓ આગામી ફેબ્રુઆરીમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે જે બાલ વૈજ્ઞાનિકો પસંદગી પામેલ તેઓને મેનેજીંગ ટ્રસ્ટી પૂજય મુક્તાનંદજી બાપુ તથા ચેરમેન શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડ તેમજ ડિસ્ટ્રિક્ટ કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા દ્વારા ખૂબખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને સાથે જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!