જૂનાગઢ તાલુકાનાં પાદરીયા ગામે પ્રેમલગ્ન પ્રશ્ને લાકડી, છરીથી હુમલો : ચાર સામે ફરીયાદ

0

જૂનાગઢ તાલુકાનાં પાદરીયા ગામે રહેતા કિશોરભાઈ બધાભાઈ વાળા (ઉ.વ.પ૧)એ પરેશ પુંજાભાઈ મકવાણા, હાદિર્ક દેવજીભાઈ મકવાણા, દેવજી ગોવિંદભાઈ મકવાણા, શારદાબેન દેવજીભાઈ મકવાણા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીની દિકરી પુજાબેનને આ કામનો આરોપી નં.રનો ભાઈ સંદિપ દોઢ વર્ષ પહેલા લઈ ગયેલ હોય અને પ્રેમલગ્ન કરેલ હોય જેનું મનદુઃખ રાખી આ કામનાં ફરીયાદી આરોપી નં.૧નાં ઘર પાસેથી નીકળતા આરોપી નં.રએ કહેલ કે તારી દિકરીને મારો ભાઈ ભગાડી લઈ ગયેલ તો તે શું કરી લીધેલ અને થોડીવાર બાદ ફરીયાદી પોતાના ઘરે જતા હતા ત્યારે તમામ આરોપીઓ હાથમા લાકડી, છરી, ધોકા લઈ ઉભા હતા તેમજ ફરીયાદીને બિભત્સ શબ્દો કહી કાટલો પકડી પછાડી દીધેલ તેમજ અન્ય આરોપીઓએ લાકડી વડે માર મારેલ તેમજ આ મારામારી દરમ્યાન ફરીયાદીનાં પત્ની, દિકરો – દિકરી બચાવવા આવતા ફરીયાદીના દિકરાને આરોપી નં.રનાએ છરી વડે ઈજા પહોંચાડેલ છે જયારે આરોપી નં.૧નાએ ફરીયાદીનાં પત્નીને લાકડીથી માર મારેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીેસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે અને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એસ.એમ. દિવરાણીયા વધુ તપાસ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!