જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને શહેર કોંગ્રેસ સમિતીએ ટોપી પહેરાવી દીધી છે. આપના ૧૦ પુરૂષો અને ૪ મહિલા સહિત ૧૪એ ટોપી ફગાવી પંજા(કોંગ્રેસ) સાથે પંજાે મિલાવ્યો છે. આ અંગે શહેર કોંગ્રેસ સમિતીના પ્રમુખ અમિતભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીચોક સ્થિત કોંગ્રેસ ભવન ખાતે બુધવારે એક કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ કોંગ્રેસના પ્રભારી હિરાભાઇ જાેટવાની ઉપસ્થિતીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ૧૪ લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી વિધીવત રીતે કોંગ્રેસમાં જાેડાયા છે. આમાં સંગઠન મહામંત્રી, કારોબારી સભ્ય, સભ્યો, મહિલા વિંગના પ્રમુખ, ઉપપ્રમુખ, શહેર સંગઠન મંત્રી, મંત્રીનો સમાવેશ થાય છે. આ તકે ધારાસભ્ય ભીખાભાઇ જાેષી, મનોજભાઇ જાેષી, મનસુખભાઇ ડોબરીયા, વોર્ડ નંબર-૪ના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારા, વોર્ડ નંબર-૬ના કોર્પોરેટર લલીતભાઇ પણસારા તેમજ કોંગ્રેસના અનેક કાર્યકરોની ઉપસ્થિતી રહી હતી. દરમ્યાન કોંગ્રેસે જે લીસ્ટ જાહેર કર્યું છે તેવા આપના કોઇ હોદ્દેદારો જ નથી. વળી કાર્યકર્તા પણ નથી. કારણ કે, કાર્યકર્તા તરીકે આપ જાેઇન્ટ કર્યાના હજુ ૨ થી ૩ મહિના જ થયા હતા. હા, ૨ થી ૩ નારાજ હતા હોદ્દાને લઇને પરિણામે તેઓ આમ આદમી પાર્ટીને છોડી હોય તેવું બની શકે છે તેમ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ચેતનભાઇ ગજેરાએ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews