આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ તથા ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન સંચાલિત ત્રિમુર્તિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની મેડીકલ ટીમના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ તથા શ્રી વિઠ્ઠલેશ જયંતિના ઉપલક્ષ નિમિત્તે નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર મેગા કેમ્પનું આયોજન તા.૨૬-૧૨-૨૧ના કરવામાં આવ્યું હતું. આ કેમ્પ શ્રી સરદાર પટેલ કન્યા છાત્રાલય જાેષીપરા, જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેનું ઉદ્ઘાટન ગો. ૧૦૮ શ્રી શરદવલ્લભરાયજી મહારાજ, અગ્રણી તબીબ ડો. ડી.પી. ચિખલીયા, જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. મહેશ વારા તેમજ અન્ય અગ્રણીઓના વરદ હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આયુર્વેદ ઔષધિઓમાંથી બનાવેલ રોગ પ્રતિકારક શક્તિ વધારનાર અમૃતપેય ઉકાળાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આયુર્વેદના નિષ્ણાંત તબીબો દ્વારા મફત નિદાન અને સારવાર તેમજ પ્રકૃતિ પરીક્ષણ, દિનચર્યા, ઋતુચર્યા, પથ્યાપથ્ય વગેરે વિષે સમજણ આપવામાં આવી હતી. કુલ ૫૩૨ દર્દીઓએ આ નિદાન સારવાર કેમ્પનો લાભ લીધેલ હતો. તેમજ આશરે ૧૪૦૦ જેટલા લોકોએ અમૃતપેય ઉકાળા તથા સ્વાસ્થય માર્ગદર્શનનો લાભ લીધેલ હતો. તેમજ ૪૦૦ લોકોએ યોગ અંગેના માર્ગદર્શનનો લાભ લીધેલ હતો. આ કેમ્પમાં આયુર્વેદ શાખાના તબીબ ડો. મહેશ વારા, ડો. અજય પીઠીયા, ડો. નુરઅલી ભેરીયાણી, ડો. સચીન દલાલ, ડો. હેતલ વાઘેલાએ સેવા આપેલ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews