જૂનાગઢમાં કોરોના કાળમાં સદગતિ પામેલાઓનાં મોક્ષાર્થે લેઉઆ પટેલ મહિલા સમિતિ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન

0

ગરવા ગિરનારની પાવન ભૂમિમાં ગત કોરોના કાળ દરમ્યાન સ્વર્ગવાસ થયેલ આત્માઓની શાંતિ અર્થે શ્રી લેઉઆ પટેલ મહિલા સમિતિ જૂનાગઢ દ્વારા જાેષીપરા કયાડાવાડી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આ સપ્તાહ તા.૨૭-૧૨-૨૦૨૧ સોમવારથી શરૂ થઈ છે અને તા.૨-૧-૨૦૨ર રવિવારના રોજ પૂર્ણાહુતી થશે. આ ભાગવત સપ્તાહનું સુપ્રસિદ્ધ વક્તા શાસ્ત્રી રવિભાઈ દવે મોણપરી વાળા પોતાની સુમધુર સંગીતમય વાણીમાં ભાવિકોને કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. આ કથામાં વામન/રામ પ્રાગટય નંદોત્સવ આયોજન થયેલ હતું. જેમાં મેયર ધીરૂભાઈ ગોહેલ, ડો. ડી.પી. ચિખલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, ધારાસભ્ય ભીખાભાઈ જાેશીના પુત્ર મનોજભાઈ જાેશી, જી.પી. કાઠી, અમુભાઈ પાનસુરીયા, એડવોકેટ કે.ડી. પંડ્યા, પુનિત શર્મા, શહેર ભાજપ પ્રમુખ સહિતનાએ હાજરી આપી હતી. જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા સમિતિના અમુભાઈ પાનસુરીયા, ભાવનાબેન પોશિયા, ર્નિમળાબેન ડોબરીયા, જાગૃતિબેન વઘાસિયા, હર્ષાબેન વઘાસિયા, ઇલાબેન વઘાસિયા, ગીતાબેન પોશીયા, કાજલબેન બાબરીયા, મીનાબેન સુખડીયા, પારૂલબેન ચોથાણી, રૂપાબેન પોશીયા, મીનાષીબહેન લુણાગરિયા, કાજલબેન ભુવા, ભદ્રાબેન વૈષ્ણવ, મીતાબેન લીલા, ક્રિષ્નાબેન પોશીયા, જલાબેન રાણોલિયા સહિતના ભારે જહેમત ઉઠાવી રહેલ છે જ્યારે આ કાર્યક્રમનું સંચાલન પ્રભાબેન પટેલે કરેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!