જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્રની She Team દ્વારા જરૂરિયાતમંદને અપાઈ તાત્કાલીક મદદ

0

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તેમજ મહિલાઓના મદદ માટે શરૂ કરવામાં આવેલ She Team દ્વારા મહિલાઓને મદદ કરવા તથા સુરક્ષા આપવા, જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. હાલના સાંપ્રત સમયમાં ભણતરના ભારના કારણે નાની ઉમરના બાળકો ઉપર પડતી વિપરીત અસરના બનાવો પણ બનતા રહેતા હોય છે. તાજેતરમાં જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ ભણતરના ભારના કારણે બાળક ઉપર પડેલ વિપરીત અસર અંગેનો એક કિસ્સો બહાર આવેલ છે. જૂનાગઢ શહેરના કડીયાવાડ વિસ્તારમાં રહેતી મહિલા દયાબેન દિલીપભાઈ મારૂનો એકનો એક પુત્ર જસમીન વહેલી સવારે શાળાએ જવાના બદલે પોતાનું ઘર છોડી, નાસી જતાં, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ. વાઢેર, પો.સબ ઈન્સ. એ.કે. પરમાર, સ્ટાફના એ.એસ.આઈ. રવિરાજસિંહ, She Teamના પો.કો. સંજયભાઈ, મહિલા પોલીસ કર્મી ગીતાબેન, જ્યોત્સનાબેન, શાંતિબેન સહિતની ટીમ દ્વારા મહિલાને મદદ કરી, બાળકને શોધવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, She Team અને ડી સ્ટાફના માણસો દ્વારા શાળાની આજુબાજુ તથા દાતાર રોડ ઉપર શોધખોળ હાથ ધરવામાં આવતા, ગણતરીના કલાકોમાં બાળક જસમીન દાતાર લાઈનની પાછળની શેરીમાં રમતો મળી આવતા, પોલીસ ટીમ અને તેના કુટુંબીજનોએ હાશકારો અનુભવેલ હતો. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ. વાઢેર, પો.સબ ઈન્સ. એ.કે. પરમાર, સ્ટાફના એ.એસ.આઈ. રવિરાજસિંહ, She Teamના પો.કો. સંજયભાઈ, મહિલા પોલીસ કર્મી ગીતાબેન, જ્યોત્સનાબેન, શાંતિબેન સહિતની પોલીસ ટીમ દ્વારા બાળકને વિશ્વાસમાં લઈ, સહાનુભૂતિ પૂર્વક પૂછપરછ કરવામાં આવતા, બાળક દ્વારા  પોતાને અંગ્રેજી ઓછું ફાવતું હોય, આજે અંગ્રેજી ભાષાનું પેપર હોય, પોતે નાપાસ થવાના ડરને કારણે સ્કૂલે ગયેલ ના હોવાની અને થોડી વાર આંટા મારી, શેરીમાં રમતો હોવાની કબૂલાત કરેલ હતી. બાળકની કબૂલાત આધારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બાળકના માતા-પિતા સહિતના કુટુંબીજનો આવતા, She Team દ્વારા સમજાવતા, પોતાના માતા-પિતા સાથે જવા તૈયાર થતા, પોલીસ દ્વારા બાળકને હેમખેમ સોંપવામાં આવેલ હતો. બાળક પોતાના પરિવારજનોને મળતા, પરિવારજનો ભાવ વિભોર થઇ ગયેલ હતા. જૂનાગઢ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, બાળકને શોધી કાઢ્યું હતું, પરંતુ જાે બાળક દ્વારા કોઈ અજુગતું પગલું ભર્યું હોત તો, શું થાત ? એવું જણાવી, પરિવારજનોને કંપારી થઈ ગયેલ હતી. જૂનાગઢ પોલીસની સતર્કતા અને પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે જૂનાગઢ ના બાળકને તાત્કાલિક શોધી કાઢેલ હતો. પરિવારજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. પોલીસની She Team દ્વારા મળી આવેલ બાળકને પોતાના દીકરા માફક સલાહ આપી, પોતાના પરિવાર જેમ કહે એમ કરવાની, ભણવામાં ધ્યાન દેવાની અને હવે પછી આવી રીતે કોઈ પગલું નહીં ભરવાની  સલાહ આપી હતી. ઉપરાંત, બાળકના પરિવારજનોને પણ બાળકનો ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. આજના આધુનિક સાંપ્રત સમયમાં ભણતરના ભારનો નાની ઉંમરના તરૂણો ઉપર કેવી વિપરીત અસર લાવે છે ? તે બાબતને ઉજાગર કરતો આ કિસ્સો સમાજના બાળકો અને તેના કુટુંબીજનો માટે લાલબત્તી સમાન સાબિત થયેલ છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સકારાત્મક અભિગમ દ્વારા પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલાને પોતાના પરિવાર સાથે મિલન કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!