આગામી બે દિવસ કાતિલ ઠંડીનો દોર યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ સહિત સોરઠમાં સુસવાટા મારતો પવન ફૂંકાયો

0

જૂનાગઢ સહીત સોરઠ અને સૌરાષ્ટ્રમાં સુસવાટા મારતાં પવન વચ્ચે ઠંડીની ભારે અસર થઈ છે. ઠારમાં જનજીવન ઠુંઠવાયું છે. દિવસભર સખ્ત ઠંડીનો અનુભવ લોકો કરી રહયા છે.  જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં ઘણા દિવસો બાદ ઝાકળ ઓસરી ગઈ છે. અને વાદળા ગાયબ થઈ ગયા છે. ઠારમાં લોકો ઠુંઠવાઈ રહયા છે. પવનનું જાેર વધતાં ઠંડકમાં પણ વધારો થયો છે. દરમ્યાન જૂનાગઢનાં વાતાવરણમાં પલ્ટો આવતાં બીજા દિવસે પવન યથાવત રહયો હતો. જૂનાગઢ શહેરમાં ગઈકાલે મધ્યરાત્રીએ તોફાની પવન શરૂ થયો હતો અને રાતભર પવન ફુંકાયા બાદ સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૬ કિ.મી.ની રહી હતી. જયારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧પ.૮ ડીગ્રી રહયું હતું. જયારે ગિરનાર પર્વત ખાતે ઠંડી ૧૦.૮ ડીગ્રી રહી હતી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૬ ટકા રહયું હતું. અત્રે નોંધનીય છે કે ર૦ર૧નાં વર્ષનો અંતિમ મહીનો ડીસેમ્બરની શરૂઆત સાથે જ ઠંડી પડવી શરૂ થઈ હતી. આખો માસ ઠંડીનો રહયો હોય એમ કહી શકાય તો સાથે જ ગરમ વસ્ત્રોની માર્કેટ પણ સારી રહી હતી. લોકોને ઠંડીથી બચવા માટે તાપણાનો ઉપયોગ તેમજ દિવસ દરમ્યાન ગરમ વસ્ત્રો ફરજીયાત ધારણ કરવા પડયા હતાં. દરમ્યાન જૂનાગઢ સહીત સમગ્ર સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસ થયા સુસવાટા મારતાં પવન વચ્ચે જનજીવન પ્રભાવિત બન્યું છે.દરમ્યાન હવામાન વિભાગની આગાહી અનુસાર જૂનાગઢ સહીત રાજયભરમાં આગામી બે દિવસ માટે કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. અને માવઠાની અસર સાથે ભારે પવન ફુંકાવાની પણ શકયતા દર્શાવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!