Wednesday, June 7

વંથલી તાલુકાનાં સેંદરડા ગામની સીમમાં થયેલ લૂંટ વિથ ડબલ મર્ડરનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા : ત્રણ આરોપીની ધરપકડ

0

વંથલીનાં સેંદરડા ગામે વાડી વિસ્તારમાં ખેડુત દંપતીની હત્યા અને લુંટની સનસનાટીપૂર્ણ ઘટનામાં પોલીસને મહત્વની સફળતા સાંપડી હોવાનું અને ત્રણ શખ્સોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢ જિલ્લાનાં વંથલી તાલુકાનાં સેંદરડા વાડી વિસ્તારમાં રહેતા રાજાભાઇ દેવદાનભાઇ જીલડીયા અને તેમના પત્ની જાલુબેનની હત્યા કરી તેમજ રૂા. ૭ લાખની માલમતાની લૂંટ ચલાવીને અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે મૃતકનાં પુત્ર અશ્વીનભાઈ રાજાભાઈ જીલડીયા રહે. ટીનમસવાળાની ફરીયાદનાં આધારે વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો. દરમ્યાન સેંદરડા ગામે થયેલ ડબલ મર્ડરનાં બનાવનાં પગલે ભારે ચકચાર જાગી ઉઠી હતી. અને આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરી અને આ હત્યા કેસનાં ત્રણ આરોપીને ઝડપી લેવામાં પોલીસને ભારે સફળતા પ્રાપ્ત થઈ છે. દરમ્યાન આજરોજ યોજાયેલી પત્રકાર પરીષદમાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ડબલ મર્ડર કેસની વિસ્તૃત વિગતો આપી હતી. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વંથલી તાલુકાનાં સેંદરડા ગામની સીમમાં વાડીએ રહેતા વયોવૃધ્ધ દંપત્તિની લૂંટનાં ઈરાદે થયેલી હત્યાનાં બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તથા જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીનાં સીધા માર્ગદર્શન હેઠળ આ હત્યા કેસનાં આરોપીને ઝડપી લેવા સુચના કરવામાં આવેલી જે અંતર્ગત જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ એચ.આર. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, પીએસઆઈ એ.ડી. વાળા તથા વાયરલેસ પીએસઆઈ ડી.એમ. જલુ તથા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અને બનાવનાં સ્થળની મુલાકાત લીધી હતી અને તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવેલ હતો. આ તપાસ દરમ્યાન બહારનાં જીલ્લાનાં અને બહારનાં રાજયનાં મજુરો આ કાંડમાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક રીતે બહાર આવેલ અને જેને લઈને સીસીટીવી ફુટેજાે ચેક કરવામાં આવતાં એવું બહાર આવેલ કે મૃતક રાજાભાઈ જીલડીયાનો નાનો દિકરો જગદીશ ઉર્ફે જગો ખેત મજુરી માટે અવાર નવાર બહારનાં મજુરો બોલાવી અને આજુબાજુનાં ગામડાઓમાં મજુરો પુરા પાડતા હોવાનું જાણવા મળતાં તાત્કાલીક આસપાસનાં વિસ્તારોમાં કામ કરતા મજુરોને ચેક કરવામાં આવેલ. તેમજ ટેકનીકલ ટીમની મદદથી પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન એવી હકીકત પણ મળી હતી કે પ્રેમચંદ કલારા નામનો શખ્સ અગાઉ સેંદરડા ગામે મજુરી કામે આવેલ હતો. અને તે અંગેની તપાસ કરતાં આ પ્રેમચંદ નામનો દાહોદ બાજુનો મજુર હોવાનું બહાર આવેલ અને મગફળીની સીઝનમાં જગદીશભાઈ ઉર્ફે જગાભાઈએ મજુરી માટે બોલાવેલ હોવાની હકીકત જાણવા મળેલ અને તે મગફળીની સીઝન પુરી થતા જતો રહયો હતો. પરંતુ બનાવનાં દિવસે આ શખ્સ સેંદરડા ગામે આવેલ હોવાની હકીકત જણાતાં પ્રેમચંદને ચોકકસ બાતમીનાં આધારે જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકાનાં પીઠડીયા ગામની સીમમાંથી ઝડપી લેવામાં આવેલ હતો. પ્રેમચંદ દીપાભાઈ તેરીયાભાઈ કલારા અનુ.જનજાતિ (ઉ.વ. ર૦) રહે. ચંગાસર ગામ જી. દાહોદ તથા અર્જુન પ્રતાપભાઈ બારીયા અનુજનજાતિ (ઉ.વ. ર૦) રહે. જાંબુ, જી. દાહોદ તથા રાકેશ જવાભાઈ બારીયા અનુ.જનજાતિ (ઉ.વ. ર૧) જી. દાહોદવાળાએ આ હત્યા કેસને અંજામ આપેલ હોવાની માહિતી પ્રાપ્ત થતાં આ ત્રણેય શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. અને તેમની પાસેથી સોનાની હાસડી મોર હાર પીતળની સાંકળી સાથેનો નંગ-૧ કિં. રૂા. ૭૯,૦૦૦, સોનાનો હાસડી હાર પીતળની સાંકળી સાથેનો નંગ-૧ કિં. રૂા. ર,૪૬,૯૬૦, સોનાનો પોચો બે વીંટી સાથેનો નંગ-૧ કિં.રૂા. ૭૩,પ૦૦, સોનાની ઈયરીંગ કાનસર બુટી સાથે જાેડી-૧ કિં. રૂા. ૬૬,૧પ૦, સોનાનો કડપ ચેન પેન્ડલ સાથે કિં. રૂા. પ૧૪પ૦, સોનાના પાન ઈયરીંગ જાેડી-૧ કિં. રૂા. રપ૭રપ, સોનાની કાપ બુટી જાેડી-૧ કિં. રૂા. પપ૧૦૦, સોનાની કાનસર જાેડ-૧ કિં. રૂા. રર૦૦૦, સોનાની બુટી લટકણ સાથે કિં. રૂા. ૧૮૩૦૦, સોનાની જેન્ટસ તથા લેડીઝ વીટી નંગ-પ કિં. રૂા. ૭૭૧૦૦, ખોટુ મંગલ સુત્ર અને રોકડા રૂા. પ૦૯પપ વગેરે મળી કુલ રૂા. ૭,૬૬,ર૪૦નો મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.  આ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાંચ જૂનાગઢનાં ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, એ.ડી. વાળા, ડી.એમ. જલુ, પીએસઆઈ જે.એમ. વાળા, વિક્રમભાઈ ચાવડા, જયદીપ કનેરીયા, શબીરખાન બેલીમ, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, નિકુલ પટેલ, સાહિલ સમા, દિવ્યેશ ડાભી, મયુર કોડીયાતર, દિપકભાઈ બડવા, ભરતભાઈ સોનારા, દેવશીભાઈ નંદાણીયા, ભરતભાઈ ઓડેદરા, ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા, જગદીશ ભાટુ, મુકેશ કોડીયાતર, વરજાંગ બોરીચા, વનરાજ ચાવડા, સામતભાઈ બારીયા, અનિરૂધ્ધસિંહ વાંક, મહેન્દ્રભાઈ ડેર, બાબુભાઈ કોડીયાતર વગેરે દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી. દરમ્યાન આજરોજ પત્રકાર પરીષદ યોજવામાં આવતાં આ ડબલ મર્ડર હત્યા કેસનાં ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને મળેલી સફળતા અને આ બનાવની વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!