પાદરીયા ગામે ટ્રાન્ફોર્મરમાં શોર્ટ સર્કીટ થતાં દિપડીનું કમકમાટી ભર્યુ મોત

0

જૂનાગઢનાં ડુંગર દક્ષિણ રેન્જનાં સ્પે.રાઉન્ડ પ્લાસવા બીટમાં આવેલ પાદરીયા ગામ પાસે એક ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કીટ થતાં દિપડીનું કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. વન વિભાગ પાસેથી મળતી પ્રાપ્ત વિગત મુજબ ડુંગર દક્ષિણ રેન્જનાં સ્પે. રાઉન્ડ પ્લાસવા બીટમાં પાદરીયા ગામનાં નંદબાવા ગૌશાળા સામે ૧૧ કે.વી. લાઈનનું ટ્રાન્સફોર્મર આવેલ હોય અને કોઈપણ રીતે આ ટ્રાન્સફોર્મરમાં દિપડી કોઈપણ કારણસર શિકાર કરવા ચડી હોય અને આ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કીટ થતાં દિપડી ચોંટી ગઈ હતી અને આ દિપડીનું થાંભલા ઉપર જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. આ બનાવ અંગે વન વિભાગે આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!