જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સોની અશ્વિનભાઈ શાંતિલાલ ગેરીયા(મુરલીધર જવેલર્સ વાળા)(ઉ.વ.૬૮) કે જેઓ પદ્માબેન શૈલેષકુમાર બખાઈ(વેરાવળ), ઉર્મિલાબેન હિતેષકુમાર મદાણી(જૂનાગઢ), પ્રફુલાબેન કિરિટકુમાર વઢવાણા(ધોરાજી)ના મોટાભાઈ તેમજ કેતનભાઈ તથા ડોલીબેન યુવરાજકુમાર દિવેચા(વેરાવળ)ના પિતા થાય છે. તેઓ તા.૧૪-૨-૨૦૨૨ને સોમવારના રોજ માંગરોળ મુકામે શ્રીજી ચરણ પામેલ છે. આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અંજવાળા પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો ર્નિણય કર્યો હતો. આથી માંગરોળની અનેક વિધ સેવાકીય સંસ્થાઓ સાથે જાેડાયેલ તેમજ સેવાયજ્ઞમાં પોતાનું અમુલ્ય યોગદાન આપનાર અને ચક્ષુદાન પ્રવૃતિમાં શિવમ્ ચક્ષુદાન આરેણા સાથે હરહંમેશ સાથ આપનાર પંકજભાઈ રાજપરાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ કેન્દ્રના સંચાલક નાથાભાઈને જાણ કરતા કિશોરભાઈ બામરોટીયા (અધ્યારૂ હોસ્પિટલ માંગરોળ) દ્વારા મૃતકના બંને ચક્ષુ લેવામાં આવ્યા હતા. તેમજ આજના ચક્ષુનો સ્વિકાર પ્રદિપભાઈ જાેટવા દ્વારા કરવામાં આવ્યો હતો અને કરશનભાઈ વાજા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને આ બંને ચક્ષુ પહોંચાડવામાં આવ્યા છે. આ પરિવારના આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે. સોની પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને અશ્વિનભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે. સોની પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન-ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews