અખિલ ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરમાં ૨૩ થી ૨૮મી ફેબ્રુઆરી વચ્ચે રાહુલ ગાંધી દ્વારકા આવે તેવી સંભાવના

0

યાત્રાધામ દ્વારકામાં આગામી પખવાડિયામાં અખિલ ગુજરાત કોંગ્રેસ પક્ષની યોજાનાર ચિંતન શિબિરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જાેડાશે તેવી સંભાવના જાેવાઇ રહી છે. કોંગ્રેસ પક્ષના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર તા.૨૩ થી ૨૮મી ફેબ્રુઆરી વચ્ચે રાહુલ ગાંધીનો યાત્રાધામનો કાર્યકમ ગોઠવાશે. જેમાં રાહુલ ગાંધી સૌપ્રથમ દ્વારકાધીશ મંદિરે કાળિયા ઠાકોરના આશિર્વાદ લેશે. બાદમાં ચૂંટણી અનુસંધાને યોજાનાર ચિંતન શિબિરમાં સામેલ થઈ વર્ષાન્તે યોજાનાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલાં ચૂંટણીલક્ષી કામગીરીનો પ્રારંભ દ્વારકાથી કરશે તેવું સૂત્રોમાંથી જણાવાઈ રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!