“ઘટડામાં ઘોડા થનગને, યૌવન વીંઝે પાંખ” જેવી પંક્તિને દ્વારકાના સાહસિક તરૂણો તથા યુવાનો સચિતાર્થ કરી, દ્વારકાથી ૨૧૫ કિલોમીટર દૂર આવેલા સોમનાથ ખાતે દરિયામાં તરીને જવાનું સાહસ કરનાર છે. ઇન્ટરનેશનલ સ્કુબા ડાઈવર જેંતીલાલ બાંભણિયા તથા તેમના ગ્રુપના બંકિમ જાેશી, પિનાકીન રાજ્યગુરૂ, ઉમેશભાઈ રાજ્યગુરૂ વિગેરેને થોડા સમય પહેલા વિચાર આવ્યો કે તરૂણ-યુવાનો સાથેની એક ટીમને દ્વારકાના દરિયામાં તરતા તરતા સોમનાથ લઈ જવા. ભારતમાં પ્રથમ વખત ૧૩ થી ૨૦ વર્ષની ઉંમરના તરૂણો-યુવાનોને લઈને આગામી તારીખ ૨૦મી ફેબ્રુઆરીના રોજ આ ટીમ દ્વારકાની એન.ડી.એસ. હાઈસ્કૂલના ૧૦ તથા રાજકોટના ૧૦ મળી કુલ ૨૦ યુવાનો, તરૂણો સાથે દરિયામાં સોમનાથ જવા પ્રયાણ કરશે. આ અંગે આયોજન જયંતીભાઈ બાંભણિયા જણાવ્યું હતું કે, દ્વારકાથી સોમનાથ સુધીનો માર્ગ દરિયામાં ૨૧૫ કિલોમીટરનો છે. રોજના આશરે ૨૦ થી ૨૨ કિલોમીટરનું અંતર કાપી, રાત્રે વિરામ કરી, સવારે ફરીથી પ્રવાસ શરૂ થશે અને સંભવતઃ પાંચમી માર્ચે તેઓ સોમનાથ પહોંચશે. જેન્તીભાઈ દ્વારા દસ રેસ્ક્યુ બોટ, બે અન્ય બોટ તથા જરૂરી સાધનો સાથે આ રોમાંચક, સાહસપૂર્ણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જે માટે સહયોગની અપીલ પણ કરવામાં આવી છે. આ અંગેની વધુ માહિતી માટે જેન્તીભાઈ બાંભણિયાના નંબર ૯૧૦૬૬ ૮૬૯૮૦ ઉપર સંપર્ક સાધવા વધુમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews