ખંભાળિયા પાલિકાના સફાઈ કર્મચારીઓએ આંદોલન છેડયું, હોદ્દેદારો દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરાયા

0

ખંભાળિયા નગરપાલિકામાં રોજમદાર કર્મચારીઓ દ્વારા તેઓને ફિક્સ પગારમાં લેવાની માંગણી સાથે છેલ્લા ચાર દિવસથી આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. ખંભાળિયા નગરપાલિકાના પટાંગણમાં મહિલા સફાઈ કામદારો સહિતના વ્યક્તિઓ દ્વારા તેઓની વિવિધ માંગણીઓ સાથે હાથ ધરવામાં આવેલા પ્રતિક ઉપવાસ તથા રેલી અને આવેદનપત્ર વિગેરે સંદર્ભે નગરપાલિકાના સત્તાવાહકો દ્વારા સમજાવટભર્યું વલણ દાખવીને વિવિધ મુદ્દે આ કર્મચારીઓ અને હકારાત્મક અભિગમ દાખવવો અપીલ કરવામાં આવી છે. ખંભાળિયા નગરપાલિકાના રોજમદાર સફાઇ કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલા આંદોલન સંદર્ભે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારો, સદસ્યો તથા અગ્રણીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સમજાવટ ભર્યા પ્રયાસોમાં તેઓને જણાવાયું છે કે, સફાઇ કામદારોને રોજમદાર તરીકે હમણાં લેવામાં આવ્યા તે પહેલા તેઓ મુલી-મજૂર હતા. હવે રોજમદાર થયા છે તથા સિનિયોરીટીના ધોરણે તેઓને ખાલી પડતી જગ્યાઓ ઉપર કાયમી લઈ શકાય. તેને બદલે ફિક્સ કે કાયમીમાં તેઓને તાકીદે લેવા માટેનો તેમનો હઠાગ્રહ યોગ્ય ન ગણાય. આ પ્રકારની ગેરકાયદેસર ભરતી થઇ ન શકે. રોજમદાર સફાઇ કર્મીઓ અગાઉ ડોર-ટુ-ડોર કચરા કલેકશનમાં જતા હતા. હવે આ માટેનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો હોવા છતાં કોઈ કર્મચારીઓને છુટા કરાયા નથી. ૬૦ વર્ષથી ઉપરની વયના જે કર્મચારીઓને ફરજિયાત છૂટા કરવાનો સરકારનો નિયમ હોય, તેમના કુટુંબના લાયકાત ધરાવતા વ્યક્તિઓને પ્રાયોરીટી આપીને નોકરીમાં લેવા જણાવાયું છે. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓ પાસે કચરો એકત્ર કરવા તથા ઉપાડવા સિવાય કોઈ કામ લેવામાં આવતું હોય, આ કર્મચારીઓને હડતાલ બંધ કરી કામે ચડવા અપીલ કરવામાં આવી છે. આ માટે નગરપાલિકાના પૂર્વ સદસ્યા તથા મહિલા અગ્રણી જયશ્રીબેન ધોરીયા વિગેરે દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!