પીજીવીસીએલ જૂનાગઢની વર્તુળ કચેરીનાં વહીવટી વિભાગમાં ચાલતી લાલીયાવાડી, ટેકનીકલ કર્મચારીઓમાં આક્રોષ

0

પીજીવીસીએલ જૂનાગઢની વર્તુળ કચેરીના વહીવટી વિભાગમાં ટેકનીકલ કર્મચારીઓના પ્રમોશન, નિમણુંક બાબતે બિનબંધારણીય રીતે નિયમ વિરૂધ્ધ પ્રમોશન, નિમણુંક આપવા બાબતે ચાલતી લાલયાવાડી અંગે ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળે ન્યાય માટે રજુઆત કરી છે. જૂનાગઢ વર્તુળ કચેરી વહીવટી વિભાગ દ્વારા નિયનાનુસાર પ્રમોશન ઓર્ડર કાઢી લાઈનમેનનાં પ્રમોશન આપવામાં આવેલ. સદર ઓર્ડરની સ્વીકારવાની મુદત સાત દિવસ નકકી કરવામાં આવેલ પરંતુ આજ પીસતાલીસ દિવસ થયા જે તે કર્મચારી દ્વારા ઓર્ડર સ્વીકારવામાં આવેલ નથી કે વર્તુળ કચેરી દ્વારા તે કર્મચારી સામે કોઈ પગલા લેવામાં આવેલ નથી. જેના કારણે પાછળનાં ટેકનીકલ કર્મચારીઓનાં પ્રમોશનથી વંચિત રહેલ છે. અને તેઓને પારાવાર આર્થિક નુકશાન સહન કરવું પડે છે. આ બાબતે મંડળ દ્વારા લેખીતમાં બે વખત રજુઆતો કરેલ પરંતુ વર્તુળ કચેરીનો વહીવટી વિભાગ અન્ય સંગઠનોનાં દબાણને વશ થઈ ન્યાયનાં હિતમાં કોઈ નિર્ણય લીધેલ નથી. અને જાણવા મળેલ છે કે ટેકનીકલ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવેલ છે તે અન્ય સંગઠનનાં સભ્ય અને હોદેદાર છે.  અને તેને જૂનાગઢ ખાતે તેમની ઈચ્છતી જગ્યાએ નિમણુંક આપવા માટે વર્તુળ કચેરી જૂનાગઢનો વહીવટી વિભાગ કોઈના દબાણને વશ થઈ આ પ્રવૃત્તિ કરે છે. અને જેને કારણે અસંખ્ય ટેકનીકલ કર્મચારીઓને પારાવાર નુકશાની સહન કરવી પડે છે જેથી મંડળની માંગણી છે કે આવી બિનબંધારણીય પ્રવૃત્તિ બંધ કરવામાં આવે અને સર્વેને સમાન અધિકારનાં ધોરણે ન્યાયનાં હિતમાં ત્વરીત નિર્ણય લઈ સદર કર્મચારીઓનો ઓર્ડર રદ કરી તેમનાં પછીના કર્મચારીને પ્રમોશન ઓર્ડર આપી ટેકનીકલ કર્મચારીઓનાં હિતમાં વહીવટ કરવામાં આવે. જાે સદર કાર્યવાહી વર્તુળ કચેરી જૂનાગઢનાં વહીવટી વિભાગ દ્વારા હાથ ધરવામાં નહી આવે તો તેનાં કારણે ઉદભવ થતી ઔદ્યોગીક અશાંતીની તમામ જવાબદારી વહીવટ વિભાગની રહેશે તેમ ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળ બરોડાનાં સેક્રેટરી જનરલ રાજેન્દ્ર ખત્રીએ એક યાદીમાં ચિમકી આપી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!