વંથલીના બંટીયા ગામે ગેસનો બાટલો ફાટતાં લાગેલી આગે સાસુ બાદ નવોઢા વહૂનો પણ ભોગ લીધો, પરિવાર આઘાતમાં ગરકાવ

0

વંથલીના બંટીયા ગામે નવ દિવસ પહેલા વાડીએ ગેસના ચુલા ઉપર દૂધ ગરમ કરતી વખતે ગેસ લિકેજને કારણે બાટલો ફાટતાં ભડકો થતાં પટેલ નવોઢા, તેના સાસુ અને દિયર એમ ત્રણ લોકો દાઝી ગયા હતાં.  સાસુ-વહુને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં સાસુએ અગાઉ સારવાર દરમ્યાન દમ તોડી દીધા બાદ ગત રાતે નવોઢા વહૂનું પણ મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. જાણવા મળ્યા મુજબ બંટીયા ગામે રહેતા કડવા પટેલ કિરણબેન નંદિશ કોઠડીયા(ઉ.વ.૨૧), તેના સાસુ જ્યોત્સનાબેન ગિરીશભાઇ કોઠડીયા(ઉ.વ.૫૫) અને જેઠ આનંદ ગિરીશભાઇ કોઠડીયા(ઉ.વ.૨૮) તા.૬/૨ના રોજ વાડીએ હતાં ત્યારે દાઝી જતાં જૂનાગઢ સારવાર માટે ખસેડાયા હતાં. જેમાં આનંદને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઇ હતી. જ્યોત્સનાબેન અને પુત્રવધૂ કિરણબેનને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહીં ગત ૧૦મીએ જ્યોત્સનાબેને દમ તોડી દીધો હતો. ગત રાતે પુત્રવધૂ કિરણબેનનું પણ મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ કાગળો કરી વંથલી પોલીસને જાણ કરી હતી. પરિવારજનોના કહેવા મુજબ જ્યોત્સનાબેનને બે પુત્ર છે. જેમાં નાના પુત્ર નંદીશના લગ્ન સવા મહિના પહેલા જ મુળ મહારાષ્ટ્રના હાલ સુરત રહેતાં લક્ષમણભાઇ મરાઠાની દિકરી કિરણ સાથે થયા હતાં. નંદીશ અને તેના પરિવારજનો ખેતી કરી ગુજરાન ચલાવે છે. લગ્નના સવા મહિનામાં જ નંદિશે પત્ની ગુમાવતાં અને આગ માતાને પણ ભરખી જતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!