મઢડાના પૂ. બનુમાના અંતિમ દર્શને ભાવિકોનું ઘોડાપુર : મંદિર નજીક સમાધી અપાશે

0

કેશોદના સોનલધામ મઢડા મંદિરના બનુઆઇ માતાજી(ઉ.વ.૯૪) ગઇકાલે દેવલોક પામતા જૂનાગઢ રૂદેશ્વર જાગીરભારતી આશ્રમના શ્રી મહંત પૂ. ઇન્દ્રભારતી બાપુએ મઢડા જઇ પૂ.માતાજીના પાર્થિવ દેહને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ઉપરાંત કિર્તીદાન ગઢવી, દેવાયત ખવડ સહિતના કલાકારોએ પણ માતાજીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. જૂનાગઢ જિલ્લાના કેશોદથી ૧૭ કિ.મી. દૂર આવેલા મઢડા ગામે બિરાજમાન સોનલ ધામ મઢડા ના પૂ. બનુમાં ૯૪ વર્ષની ઉંમરે દેવલોક પામ્યા છે. અસંખ્ય ભાવિકોમાં ઘેરો શોક છવાયો છે. વર્ષોથી માની ભક્તિ કરતા અને માત્ર સોરઠ જ નહીં ગુજરાત જ નહીં વિશ્વમાં પૂજાતા પૂ. બનુમાં દેવલોક પામતાં સર્વત્ર શોક છવાયો છે તેમ રામભાઇ કેશવાલાએ જણાવ્યું છે. કેશોદ તાલુકાનાં સોનલધામ મઢડાનાં મુખ્યા પુ. બનુઆઇ ૯૪ વર્ષની વયે દેવલોક પામ્યા હતા. આ સમાચારથી ગઢવી સમાજ સહિતના માંઇ ભકતોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. આજે સવારે બનુમાનાં પાર્થિવ દેહને અંતિમદર્શન માટે રાખવામાં આવશે અને બપોર બાદ સમાધી આપવામાં આવશે. કેશોદ તાલુકાના સોનલધામ મઢડામાં આવેલી જગ્યાના મુખ્યા પુ. બનુઆઇની તબીયત નાદુરસ્ત રહેતી હતી. આ દરમ્યાન કાલે બપોર બાદ બનુંમાની તબિયત લથડી હતી અને ૯૪ વર્ષની વયે પુ. બનુઆઇ દેવલોક પામ્યા હતા. આ સમાચારથી દેશ-વિદેશમાં વસતા ગઢવી સમાજ અને માઇ ભક્તોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. આજે સવારે પુ. બનુમાંના પાર્થિવ દેહને ભાવિકોનાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને બપોર બાદ માતાજીની ઇચ્છા મુજબ મંદિર નજીક સમાધી આપવામાં આવશે. પુ. બનુઆઇ પુ. સોનલઆઇનાં સગા બહેન થતા હતા. મોટી સંખ્યામાં પુ. માતાજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે લોકો ઉમટી પડયા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં સેવકો કેશોદ તાલુકાના મઢડા ખાતેના સોનલ મંદિરે આવી રહ્યાનું જાણવા મળ્યું છે. બનુઆઇ દેવલોક પામ્યાના સમાચાર મળતા જ ભક્તો દ્વારા સોશ્યલ મીડિયામાં બનુઆઇને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી રહી છે. જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ જણાવ્યું છે કે, ચારણ સમાજ અને અઢાર વર્ણની આસ્થાના કેન્દ્ર એવા સોનલધામ મઢડાના પૂ. બનુમા આજે પરલોક સિધાવ્યા છે. જેનું દુઃખ ચારણ સમાજને છે. બનુમાના આશિર્વાદ હંમેશા બધાને મળતા રહ્યાં છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના અને ખરા અર્થથી તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. નોંધનીય છે કે, કેશોદ નજીક આવેલા મઢડા ગામમાં આઇશ્રી સોનલ માતાજીનું મંદિર આવેલું છે. આ સ્થળ ચારણ સમાજ માટે એક આસ્થાનું કેન્દ્ર છે અને બારેમાસ આ ધામ ભક્તોથી ધમધમતુ રહે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!