સોનલધામ મઢડાનાં આઈશ્રી બનુમા દેવલોક પામ્યા : ભકતોમાં શોકની લાગણી

0

સોનલધામ મઢડા ખાતે બિરાજતા અને વર્ષોથી માંની ભકિત કરતા અને સોરઠ, ગુજરાત નહી પરંતુ વિશ્વમાં પુજાતા તેમજ ભકતજનો, અનુયાયીઓમાં આસ્થાભર્યુ ભર્યુ સ્થાન ધરાવતા આઈશ્રી બનુમા દેવલોક પામતા ભકતજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. પરમ પૂ. આઈશ્રી બનુમાનો મા સોનલનાં ચરણોમાં વાસ થયેલ છે. જાેગમાયાનાં મહાપ્રયાણને ભકતજનો કોટી કોટી વંદના કરે છે અને મા સોનલ તેમના દીવ્ય આત્માને નિજ ચરણમાં વાસ આપે અને આઈમાં બનુમાનાં આશિષ સૌ ઉપર વરસતા રહે તેવી અનુયાયીઓ પ્રાર્થના કરી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોનલ ધામ મઢડા ખાતે બીરાજતા બનુમાનો શિષ્ય સમુદાય અને અનુયાયીઓ સર્વત્ર રહેલા છે. જાેગમાયાનાં અવતાર સમા બનુમા દેવલોક પામ્યાની જાણ થતાં જ સેવકો, અનુયાયીઓ મઢડા ખાતે આઈશ્રી બનુમાનાં અંતિમ દર્શનાર્થે આવી પહોંચ્યા હતા અને શ્રધ્ધાપૂર્વક ભાવભેર શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.  વિશ્વ હિન્દુ પરીષદ જૂનાગઢનાં મંત્રી હિરેનભાઈ રૂપારેલીયા, સ્વામી વિવેકાનંદ પ્રખંડનાં મંત્રી હાદિર્કભાઈ મણીયાર, વોર્ડ નં.૧નાં મંત્રી તરલભાઈ માંડલીયા, વોર્ડ નં.૯નાં ભાવેશભાઈ જેઠવા તેમજ કિશનભાઈ ઠુંમરે પણ ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલી અર્પી હતી. ભકતજનોનાં દુઃખ દુર કરનારા આજે બનુમા આપણી સાથે નથી, તેમના મહાપ્રયાણને પગલે શિષ્ય સમુદાયમાં શોકની લાગણી પ્રસરી છે તેમજ સમગ્ર ચારણ સમાજને પણ ખૂબજ મોટી ખોટ પડી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!