સુરતની ઘટના બાદ જૂનાગઢમાં પણ એક તરફી પ્રેમનો ચકચારી કિસ્સો સામે આવ્યો : યુવતીને ધરાર સંબંધ રાખવા દબાણ કરી ચાર યુવાનોએ તેના ઘરે જઈ ધમકી આપી

0

સુરતમાં એક તરફી પ્રેમમાં અંધ યુવાને ગ્રીષ્મા નામની યુવતિનું છરીથી ગળુ કાપી નિર્મમ હત્યા કરી નાખ્યાનાં ઘેરા પડઘા સમગ્ર ગુજરાતમાં પડયા છે અને સભ્ય સમાજ પણ આ ઘટનાથી હતપ્રભ બની ગયો છે ત્યારે જૂનાગઢમાં પણ આવોજ એક તરફી પ્રેમનો કિસ્સો સામે આવ્યો છે અને પોલીસ દફતરે આ અંગેની ફરીયાદ નોંધાતા ચકચાર પ્રસરી જવા પામી છે. આ અંગેની જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત મુજબ શહેરનાં ઝાંઝરડા રોડ, જનકપુરી સોસાયટી વિસ્તારમાં રહેતી એક યુવતિને એક યુવાન અને તેના ત્રણ મિત્રો દ્વારા હેરાન – પરેશાન કરતા હોવાની હકિકત સામે આવી છે. આ અંગે ભોગ બનનાર યુવતિને આરોપી યાજ્ઞિક ભેસાણીયાએ મિત્રતા રાખવાનું કહેતા જે અંગે ફરીયાદી યુવતિએ ના પાડવા છતાં આરોપી યાજ્ઞિક ભેસાણીયાએ તેના મિત્રો હર્ષ ઝાંઝમેરીયા (સોની), રાજન જેઠવા મોચી અને પ્રિન્સ વાઘેલા મોચી સાથે મળી અવારનવાર ફરીયાદી યુવતિનો પીછો કરેલ તેમજ ફરીયાદીની એવીએટર ટુવ્હીલ મોટર સાયકલમાં તોડફોડ કરી અંદાજીત રૂા.૭૦૦૦નું નુકશાન પણ પહોંચાડયું હતું અને છેલ્લે ફરીયાદી યુવતિને તેના ઘર પાસે જઈ ભુંડી ગાળો આપી સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે ફરીયાદી યુવતિની ફરીયાદ લઈ આ ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ આર.એચ. બાંટવાએ આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાત રાજયમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેમ રોમિયોગીરીનાં અને યુવતિઓની છેડતીનાં બનાવો સામે આવી રહયા છે. આવા કિસ્સાઓમાં પરીવાર દ્વારા સામાજીક ડરનાં હિસાબે રોમીયોગીરી કરતા તત્વો વિરૂધ્ધ ફરીયાદ કરવાનું ટાળતા હોય છે જેને લીધે આવા આવારા તત્વોને રોમીયોગીરી – છેડતી કરવાનો મોકો મળી જાય છે અને બાદમાં તે ગંભીર સ્વરૂપ લઈ લેતુ હોય છે ત્યારે માતા-પિતા અને વાલીગણે પણ સાવચેત અને જાગૃત રહેવાની જરૂર છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!