જૂનાગઢ જેલમાં કેદીએ બર્થડે પાર્ટી યોજવાની ઘટનામાં જેલ અધિક્ષક સહિત ૬ની બદલી કરાઈ

0

જૂનાગઢ જીલ્લા જેલમાં રાજકોટનાં કેદીએ બર્થડે ઉજવ્યાનો વિડીયો વાઈરલ થતા જેલમાં બદલીનો દોર શરૂ કરાયો છે. આમાં જેલ અધિક્ષક સહિત ૬ની બદલી કરી દેવાઈ છે. વિસાવદર તાલુકાનાં જેતલવડ ગામે બહેનની હત્યાનાં ગુનામાં ઝડપાયેલ યુવરાજ પ્રતાપભાઈ માંજરીયા નામનાં રાજકોટનાં કાચા કામનાં કેદીએ જૂનાગઢ જેલમાં બર્થ ડે ઉજવ્યો હતો. ઉજવણીમાં રાજકોટનાં ૮ થી  ૧૦ હિસ્ટ્રીશીટરો પણ જાેડાયા હતા. વિડીયો વાઈરલ થતા ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન પણ જેલમાંથી મોબાઈલ, રાઉટર વગેરે મળી આવ્યું હતું. જેને પગલે બદલીનો દોર શરૂ કરાયો છે. આ અંગે નવનિયુકત જેલ અધિક્ષક ડી.એમ. ગોહિલે જણાવ્યું હતું કે, જૂનાગઢ જેલ અધિક્ષક એમ.જી. રબારીની કચ્છનાં ગળપાદર ખાતે બદલી કરાઈ છે. જેલર એફ.એસ. મલેકની ભાવનગર, જેલ સુબેદાર નાથાભાઈ વરજાંગભાઈ ચુડાસમાની સ્પેશ્યલ જેલ કચ્છનાં પાલરા, જેલર એલ.વી. પરમારની રાજકોટ, કોન્સ્ટેબલ પ્રવિણ ગોરધનની અમદાવાદ અને ભરત પરમારની સુરત બદલી કરાઈ છે.  દરમ્યાન કડક ઓફિસરની છાપ ધરાવતા જૂનાગઢનાં નવનિયુકત જેલ અધિક્ષક ડી.એમ. ગોહિલે આજીવન કેદની સજા પામેલ કેદી તેમજ પ કાચા કામનાં કેદી મળી કુલ ૬ કેદીને જૂનાગઢથી અન્ય જેલમાં ધકેલી દેવાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!