જૂનાગઢ જીલ્લામાં માર્ગ અકસ્માતની પાંચ ઘટનામાં ૬ને ઈજા : એકનું મોત

0

જૂનાગઢ જીલ્લામાં માર્ગ અકસ્માતની પાંચ ઘટના બની હતી જેમાં ૬ વ્યકિતને ઈજા પહોંચી હતી જયારે એકનું મોત નિપજયું હતું. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદનાં અગતરાય ગામે રહેતા વિનોદભાઈ ભગવાનજીભાઈ મારડીયા (ઉ.વ.૪ર)નાં કાકાનાં દિકરા અરવિંદભાઈ મોહનભાઈ મારડીયા બજાજ કંપનીનું બોકસર મોટરસાયકલ નં. જીજે-૧૮-એલ ર૮૪૪ લઈ એન.પી. કોલેજ રોડ કેશોદ રોડ ઉપરથી પસાર થઈ રહયા હતા ત્યારે અજાણ્યા ફોરવ્હીલનાં ચાલકે ઠોકર મારી અકસ્માત સર્જતા અરવિંદભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજયું હતું. આ જીવલેણ અકસ્માત સર્જી ફોરવ્હીલનો ચાલક નાસી ગયો હતો. આ બનાવમાં કેશોદનાં પીએસઆઈ કે.એસ. ડાંગરે આગળની તપાસ હાથ ધરી છે.  જયારે જૂનાગઢ પંથકનાં ઈવનગર રોડની ગોળાઈમાં ફરીયાદી સુજીતભાઈ પ્રતાપભાઈ મક્કા (ઉ.વ.ર૯) રહે. રાજકોટ તથા સાહેદ બાઈક નં. જીજે-૧૧-એસી – ૩૧૩૭ લઈને જતા હતા ત્યારે આઈશર બસ નં.જીજે-૦૩-બીવી – ૬૧ર૭નાં ચાલકે બેફિકરાઈથી ડ્રાઈવીંગ કરી બાઈકને હડફેટે લઈ લેતા સુજીતભાઈ અને સાહેદને પછાડી દઈ ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં સી ડીવીઝન પોલીસે આઈશરનાં ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.  જયારે વિસાવદરનાં વેકરીયા ગામ નજીક અજાણ્યા ફોરવ્હીલ કારનાં ચાલકે પૂરઝડપે ગફલતભરી રીતે કાર ચલાવી અચાનક બ્રેક મારતા પાછળ રહેલ બાઈક કાર સાથે અથડાઈ જતાં આ અકસ્માતમાં ફરીયાદી મીનશાબેન કિશોરભાઈ સોલંકી અને સાહેદને ઈજા થવા પામી હતી. વિસાવદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જયારે જૂનાગઢ પંથકનાં આંબલીયા જવાનાં રોડ ઉપરથી ફરીયાદી સુરેશભાઈ લક્ષ્મણભાઈ પરમારનાં પિતા બપોરનાં અરસામાં ચાલીને ઘર તરફ આવતા હતા ત્યારે અજાણ્યા લકઝરી બસનાં ચાલકે ફરીયાદીનાં પિતાને હડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી ત્યાંથી નાસી ગયો હતો. આ બનાવમાં જૂનાગઢ તાલુકા પોલીસે લકઝરી બસનાં ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. જયારે માણાવદર બસસ્ટેશન પાસેથી નાથાભાઈ વીરાભાઈ રાઠોડ (ઉ.વ.૬પ) પોતાની સાયકલ લઈ પોતાના પુત્રનાં ઘરે જતા હતા ત્યારે અજાણ્યા ઈકો ફોરવ્હીલનાં ચાલકે સાયકલને ઠોકર મારતા નાથાભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનામાં અકસ્માત સર્જી ઈકો ફોરવ્હીલનો ચાલક નાસી ગયો હતો. માણાવદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!