જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ભુદેવ કાયમી સમાધાન પંચની રચના કરાશે

0

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા સમાજનાં વિકાસ માટે અનેકવિધ કાર્યક્રમો યોજી સમાજનાં યુવાનોને એકતાંતરણે બાંધી સમાજ એકત્ર થાય તે માટે નવરાત્રી મહોત્સવ, પરશુરામ જયંતિ સહીતનાં કાર્યક્રમો સફળતાપૂર્વક યોજવામાં આવે છે. ત્યારે આવતીકાલ તા. ૧૭ ફેબ્રુઆરીનાં રોજ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનો સ્થાપના દિવસ હોય જે નિમિત્તે ભુદેવ કાયમી સમાધાન પંચની રચના કરવામાં આવનાર છે. સંસ્થાપક જયદેવભાઈ જાેષીએ જણાવ્યું હતું કે ભુદેવ પરીવારોમાં સાંપ્રત સમયમાં નાના મોટા પ્રશ્નોને લઈ અનેક પરીવારો વેરવિખેર થઈ રહયા છે ત્યારે તેને અલગ થતા અટકાવવા માટે સમાધાન પંચની રચના કરવાની તાતી જરૂરીયાતને ધ્યાનમાં લઈ આવતીકાલથી જ તેની રચના કરી વિધીવત ઘોષણા કરવામાં આવશે. આ સામાજીક કાર્યને સમાજનાં આગેવાનો દ્વારા બિરદાવવામાં આવી રહયું છે.  આવતીકાલે સાંજે ૬ કલાકે જેબી કોમ્પલેક્ષ હોટલ સેફાયરની ઉપર એસટી બસ સ્ટેશનનાં બીજા ગેઈટ પાસે, જૂનાગઢ ખાતે આ ભુદેવ કાયમી સમાધાન પંચનું કાર્યાલયનું ઉદઘાટન પૂ. શેરનાથ બાપુ, ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ જૂનાગઢ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ અલ્પેશભાઈ ભટ્ટ, મેહુલભાઈ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં કરાશે. કાર્યક્રમને સફળ બનાવવા જયદેવ જાેષી, કાર્તિક ઠાકર, મનિષ ત્રિવેદી, કમલેશ ભરાડ અને તેની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!