સામાન્યમાં સામાન્ય માણસ ભારતીય જનતા પાર્ટી સાથે જાેડાય તે માટે માઈક્રો ડોનેશન આપવા દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢ ખાતે માઈક્રો ડોનેશન આપવાનાં અનોખા કાર્યક્રમોની શ્રૃંખલા યોજવામાં આવી હતી. ભાજપનાં વરિષ્ઠ નેતા અને ગુજરાત રાજયની ખેતી બેંકનાં ચેરમેન ડોલરભાઈ કોટેચા દ્વારા શહેરનાં પછાત અને સ્લમ વિસ્તારોમાં યોજવામાં આવેલ કાર્યક્રમમાં સામાન્ય નાગરિકોએ સામુહિક ડોનેશન આપ્યું હતું. દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીને આર્થિક રીતે દાન આપી નાનામાં નાનો માણસ પણ ભાજપને પોતાની પાર્ટી ગણે તે માટે દેશવાસીઓને માઈક્રો ડોનેશન આપવાનું આહવાન કર્યા પછી ગુજરાત ભાજપનાં અધ્યક્ષ સી.આર. પાટીલનાં માર્ગદર્શનમાં રાજયભરમાં માઈક્રો ડોેનેશન માટે કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે જૂનાગઢમાં સોૈથી અનોખું કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે, ભાજપનાં વરિષ્ઠ નેતા અને રાજયની ખેતી બેંકનાં ચેરમેન ડોલરભાઈ કોટેચા દ્વારા પછાત અને સ્લમ વિસ્તારોમાં માઈક્રો ડોનેશનનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વોર્ડ નં.રનાં જમાલવાડી અને કરીમાબાદ એરિયાનાં લઘુમતી વિસ્તારમાં સામુહિક માઈક્રો ડોનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુસ્લિમ સમાજનાં અગ્રણીઓ, મહિલાઓ અને યુવાનોએ સ્થળ ઉપર જ બહોળી સંખ્યમાં માઈક્રો ડોનેશન આપ્યું હતું. આ સામુહિક માઈક્રો ડોનેશનનાં અનોખા કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરપાલિકાનાં નવનિયુકત મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષનાં નેતા કિરીટભાઈ ભીંભા, કોર્પોરેટર અબ્બાસભાઈ કુરેશી, અસલમભાઈ કુરેશી, શરીફાબેન કુરેશી, વહાબભાઈ કુરેશી, સફીભાઈ સોરઠીયા વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. ભાજપનાં વરિષ્ઠ નેતા અને રાજયની ખેતી બેંકનાં ચેરમેન ડોલરભાઈ કોટેચા દ્વારા આયોજીત આ અનોખા કાર્યક્રમમાં પછાત વિસ્તારનાં લોકોએ પચાસ રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધીનું ડોનેશન આપ્યું હતું અને ડોનેશન આપવા માટે લોકોએ લાઈનો લગાવી હતી. હાજર ભાજપ આઈટી સેલની ટીમ દ્વારા સ્થળ ઉપર જ ઓનલાઈન ડોનેશન સ્વીકારીને આભાર માન્યો હતો. આ પ્રસંગે ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે, નમો એપ દ્વારા ઓનલાઈન ડોનેશન આપવાનું હોવાથી ગરીબ અને સ્લમ વિસ્તારનાં લોકો ડોનેશન આપવાની ઈચ્છા હોવા છતાં આપી શકતા નથી એટલે તેમનાં માટે એક જ સ્થળે સામુહિક રીતે ડોનેશન આપી શકે તે હેતુથી આવા પ્રકારનાં કેમ્પનાં આયોજન અમે કરી રહ્યા છીએ અને તેમાં ગરીબથી લઈને શાહુકાર લોકો પણ ઉત્સાહભેર ડોનેશન આપી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews