જૂનાગઢમાં સર્વરોગ આયુર્વેદિક વિનામૂલ્યે નિદાન કેમ્પ અને કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

0

શ્રી પરશુરામ ફાઉન્ડેશન જૂનાગઢ દ્વારા સર્વજ્ઞાતી માટે સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પ, વિનામૂલ્યે દવા વિતરણ તથા કોરોના વોરિયર્સનું સન્માન કાર્યક્રમ બીલનાથ મહાદેવ જૂનાગઢમાં યોજાયો હતો. જેમાં ૧૫૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધેલ હતો. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમમાં શૈલેષભાઈ દવે, બીલનાથ મહાદેવના મહંત ગણેશાનંદજી, ધારાસભ્ય ભીખાભાઇ જાેશી, કે.ડી. પંડ્યા, મહેશભાઈ જાેશી, છેલભાઈ જાેશી, હશુભાઇ જાેશી, શૈલેષ પંડ્યા, ભાવનાબેન વ્યાસ, ગાયત્રીબેન જાની, ચંદ્રિકાબેન પંડ્યા, પૂર્ણિમાબેન રાવલ, શોભનાબેન ભટ્ટ, ચિરાગ જાેશી વગેરેએ કોરોના વોરિયર્સનું સન્માન કરેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ચિરાગ જાેશી, પ્રમુખ યુવા પાંખ પ્રકાશ જાની, વનદીત મેહતા, ધાર્મિક ભટ્ટ, ભૌતિક પાઠક વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!