જૂનાગઢનાં યુવાનને હનીટ્રેપમાં ફસાવનાર ચાર શખ્સોને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ પોલીસ પાસે ગઈ તા.૧૬-૨-૨૦૨૨ના રોજ ફરીયાદી કેતનભાઇ રામભાઇ રહે. જૂનાગઢ (નામ બદલેલ છે.) વાળા આવેલ અને તેઓએ પોતાની હકિકત જણાવેલ કે, પોતે ટીન્ડેર નામની મોબાઇલ એપ્લીશેકન મારફત અન્ય ટીન્ડેર એપ્લીકેશન ઉપયોગ કરતી વ્યકતી સાથે મેસેઝ દ્વારા વાતચીત થયેલ અને તે વ્યકતીએ પોતાને વિશ્વાસમાં લઇ, મળવા માટે ઘાંચીપટ વિસ્તારમાં આવેલ કસરેખ્વાજા એપાર્ટમેન્ટના ત્રીજા માળે સી-૩ નામના બ્લોકમાં બોલાવતા, પોતે તે વ્યકતીના વિશ્વાસમાં આવી અને બપોરના આશરે ત્રણેક વાગ્યાના સમયએ જણાવેલ સરનામે જતા, ત્યાં હકિકત કાંઇક અલગ જ નીકળેલ અને ચાર અજાણ્યા પુરૂષ ઇસમોએ ફરીયાદીને રૂમમાં બંધક બનાવી, ભુંડી ગાળો આપી, ઢીકા પાટુ તથા લાકડી તથા લોખંડના પાઇપ વડે માર મારી, છરી બતાવી, ફરીયાદીને તું અહી ખરાબ કામ કરવા આવેલ છે તેમ કહી, તેની પાસેથી રૂપીયાની માંગણી કરેલ હતી. ત્યારે ફરીયાદીને એહસાસ થયેલ કે, પોતે પોતે હની ટ્રેપનો શિકાર થયેલ છે અને પોતાની સાથે વિશ્વાસઘાત થયેલ છે અને પોતાની પાસેથી રૂપિયા કઢાવવા સારૂ ચારેય પુરૂષ ઇસમોએ કાવતરૂ ઘડેલ છે. ત્યારબાદ ચારેય આરોપીઓએ ફરીયાદીને રૂપીયા નહી આપે તો, જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. જેથી, ફરીયાદી એકદમ ગભરાય ગયેલ અને પોતાની જાનનું જાેખમ લાગેલ અને પછી આરોપીઓએ ફરીયાદી પાસેથી તેમના ગુગલ-પે એકાઉન્ટના પીન નંબર મેળવી તેના ખાતામાંથી રૂા.૩૧,૦૦૦/- આરોપીઓએ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી તેમજ ફરીયાદીનું એ.ટી.એમ. મેળવી, તેના દ્વારા રૂા.૨૪,૦૦૦/- કાઢી લઇ, કુલ રૂા.૫૫,૦૦૦/- ફરીયાદી પાસેથી અજાણ્યા આરોપીઓએ કઢાવી લીધેલ અને ફરીયાદીને આ બાબતેની કોઇ ફરીયાદ નહી કરવાની ધમકી આપેલ હતી. ફરીયાદી ખુબ જ ગભરાયેલ હોય જેથી તેમને હીંમત તેમજ આશ્વાસન આપી, તેમને માર મારેલ તેમની સારવાર કરાવેલ હતી. આ બાબતે ફરિયાદી દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવતા, ગુન્હો નોંધી, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે. ગઢવી તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સોશ્યલ મીડિયા આધારે હની ટ્રેપનો ભોગ બનેલા ફરિયાદીના ગુન્હાની ગંભીરતા લઈને આરોપીઓના વર્ણન આધારે ઝીણવટ ભરી તપાસ કરી, આરોપીઓને તાત્કાલિક પકડી પાડી, કાર્યવાહી કરવા સૂચનાઓ કરવામાં આવેલ હતી. હની ટ્રેપના આ ગુન્હામાં ફરીયાદીએ પોતાની સાથે બનેલ બનાવમાં માત્ર ચાર અજાણ્યા પુરૂષ ઇસમો  હોય તેવી હકિકત જણાવેલ હોય આ સીવાય પોતે આરોપીઓના નામ સરનામા કે અન્ય કોઇ વિગત જાણતા ના હોય માત્ર આરોપીઓની આશરે ઉંમર તથા શરીર સ્થીતી જણાવેલ હોય જેથી સદરહું ગુન્હો ડીટેક કરી આરોપીઓને પકડવા તેમજ ગુન્હાના કામે ગયેલ મુદામાલ રીકવર કરવો પોલીસ માટે એક પડકારરૂપ કામગીરી હોય, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતેથી પો.સબ.ઇન્સ. જે.જે.ગઢવી તથા પો.સબ.ઇન્સ. જે.આર.વાઝાની આગેવાનીમાં બે ટીમ બનાવવામાં આવેલ અને ટીમોમાં સી ડીવીઝન પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. કે.એન.જાેગીયા તથા એસ.પી.રાઠોડ તથા એન.આર.ભેટારીયા તથા પો.કોન્સ. આઝાદસિહં મુળુભાઇ તથા કરણસિંહ દેવાભાઇ તથા દિલીપભાઇ બચુભાઇ તથા ભગવાનજીભાઇ ભીખાભાઇ તથા મનીષભાઇ કાનજીભાઇ તથા જીલુભાઇ ઠારણભાઇ તથા ચન્દ્રેશકુમાર વજુનભાઇ ડ્રાઇવર નાગદાનભાઇ વાજસુરભાઇ તથા હિતેષભાઇ અમરૂભાઇ સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની જુદી જુદી બે ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી, ફરિયાદી પાસેથી વિગતો મેળવી, ટેક્નિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ આધારે બાતમી મેળવી, પો.હેડ.કોન્સ. કે.એન.જાેગીયા તથા પો.કોન્સ. આઝાદસિહં મુળુભાઇ તથા કરણસિંહ દેવાભાઇને મળેલ બાતમી આધારે ગણતરીના કલાકોમાં આરોપીઓ  (૧) શરફરાઝ ઉર્ફે ડાબરો ગુલામનબી બુખારી જાતે સૈયદ મુસ્લીમ(ઉ.વ.૨૯) ધંધો રીક્ષા ડ્રાઇવિંગ રહે. ઘાંચીપટ, ખરાવાળ, કસરે ખ્વાજા એપાર્ટમેન્ટ, બ્લોક નં-૩, જૂનાગઢ,            (૨) અરબાઝ ઉર્ફે ભુરો અલ્તાફભાઇ ઇકબાલભાઇ બ્લોચ જાતે મકરાણી મુસ્લીમ(ઉ.વ.૧૮) ધંધો મોબાઇલ રીપેરીંગનો રહે. જેલ રોડ, બરફના કારખાનાની સામેની ગલીમાં, મતવાવાડ વાળી ગલીમાં, જૂનાગઢ,  (૩) ઇરફાન ઉર્ફે ભુરો ઇકબાલભાઇ ડોસાભાઇ હાલ સંધી ગામેતી મુસ્લીમ(ઉ.વ.૩૦) ધંધો મજુરી રહે. ઝાંઝરડા રોડ, ચોબારી મેઇન પાટા પાસે, બીલેશ્વર મંદિર પાસે, ચાંદ ટાવર એપાર્ટમેન્ટ, ત્રીજા માળે બ્લોક નં.૩૦૨, જૂનાગઢ, (૪) એજાઝ ઉર્ફે ફેજલ ઉર્ફે લાલબાદશા ફિરોઝભાઇ રફાઇ જાતે ફકીર મુસ્લીમ(ઉ.વ.૨૭) ધંધો રીક્ષા ડ્રાઇવિંગ રહે. સરદારબાગ, અજમેરી પાર્ક, મેમણ કોલોનીની બાજુમાં, બ્લોક નં.૧૦૧, જૂનાગઢની ધરપકડ કરી, બળજબરીથી કઢાવી લીધેલ ખંડણીના નાણાં રૂા.૫૫,૦૦૦/- તથા ગુન્હામાં વાપરેલ હથિયાર છરી કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા, આરોપી શરફરાજ ઉર્ફે ડાબરો બુખારી મુખ્ય સૂત્રધાર હોય, આરોપીઓ (૨) અરબાઝ ઉર્ફે ભુરો મકરાણી (૩) ઇરફાન ઇકબાલભાઇ ગામેતી તથા (૪) ફેઝલ ઉર્ફે લાલબાદસા ફકીર સાથે મળી, આ ગુન્હાને અંજામ આપ્યાની કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી શરફરાજ ઉર્ફે ડાબરો બુખારી ભૂતકાળમાં જૂનાગઢ શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મારામારી, હથિયારબંધી જાહેરનામા ભંગ, ચોરીઓ, પ્રોહીબિશનના ગુન્હાઓમાં તેમજ રાજકોટ રૂરલના જેતપુર પોલીસ સ્ટેશન ખાતે છરી સાથે પકડાયેલના ગુન્હાઓ, સહિતના કુલ ૧૨(એક ડઝન) ગુન્હાઓમાં પકડાયેલ રીઢો આંતરજિલ્લા ગુન્હેગાર છે, જ્યારે આરોપી ઇરફાન ઉર્ફે ભૂરો ગામેતીબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન અને આરોપી એજાઝ ઉર્ફે ફેઝલ ઉર્ફે લાલ બાદશાહ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખૂનની કોશિષના ગુન્હામાં પકડાયેલ છે. પકડાયેલ આરોપીની હની ટ્રેપની જાળમાં અન્ય કોઇ લોકો આવી કોઇ હનીટ્રેપનો શીકાર બનેલ હોય તો, કોઇપણ જાતના ભય વગર કાયદાકીય રીતે પોલીસનો સંપર્ક કરવા જૂનાગઢ પોલીસ તરફથી વિનંતી કરવામાં આવે છે. પકડાયેલ આરોપીઓએ આ પ્રકારની હની ટ્રેપની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને અન્ય ગુન્હાઓ આચારેલા છે કે કેમ ? કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ ? બીજા કોઈ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ ? એ દિશામાં સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે.ગઢવી તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!