જૂનાગઢ મનપાનું વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટ અંગેનું બોર્ડ આજે ૧૮ ફેબ્રુઆરી શુક્રવારના બપોરના ૧૨ વાગ્યે મહાનગરપાલિકાના સભાખંડમાં યોજાયું હતું. આ બોર્ડમાં બજેટને મંજૂરીની મહોર મરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે, મનપાના કમિશ્નર રાજેશ તન્નાએ રૂા. ૪૦૪.૭૨ કરોડનું બજેટ બનાવ્યું હતું જેમાં હાઉસ ટેક્ષ, દિવાબત્તી કર વગેરેમાં વધારો સૂચવ્યો હતો. જાેકે, કમિશ્નરે કરેલ ૯.૧૦ કરોડના વેરા વધારાની દરખાસ્તને સ્ટેન્ડીંગ કમિટીએ ફગાવી દઇ સુધારા વધારા સાથેનું રૂા. ૩૯૫.૬૧ કરોડનું બજેટ મંજૂર કરી મેયર ગીતાબેન પરમારને જનરલ બોર્ડમાં મંજૂરી અર્થે સોંપ્યું હતું. દરમ્યાન આજે મળેલ જનરલ બોર્ડમાં આ સુધારા-વધારા સાથેનાં બજેટને મંજુર કરવામાં આવ્યું હતું. અગાઉ કમિશ્નર દ્વારા વેરામાં વધારો કરતું બજેટ રજુ કરાયેલ પરંતુ સ્ટેન્ડીંગ કમીટીએ આ વેરા વધારાને ફગાવી દીધા હતાં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews