પૂ. ભારતીબાપુની મૂર્તિ પ્રતિષ્ઠા, ષોડશી ભંડારો અને ધર્મસભામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે

0

જૂનાગઢનાં ભવનાથ અને સરખેજ અમદાવાદ સ્થિત ભારતી આશ્રમનાં સંસ્થાપક મહામંડલેશ્વર પ.પુ. વિશ્વંભરભારતીજી મહારાજ તા. ૧૧-૪-ર૧નાં રોજ બ્રહ્મલીન થતા તેમની સ્મૃતિમાં પૂ. બાપુનાં શિષ્ય મહંત હરીહરાનંદભારતી બાપુ દ્વારા તા. ર૬ થી ર૮ ફેબ્રુઆરી દરમ્યાન ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરાયું છે.
પૂ. હરીહરાનંદભારતી બાપુએ જણાવ્યું હતું કે તા. ર૮નાં રોજ સવારે ૧૦ કલાકે પૂ. ભારતીબાપુની મૂર્તિ પ્રતિષ્ઠા, ષોડશી ભંડારો અને ધર્મસભામાં અતિથિ વિશેષ તરીકે રાજયનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેનાર છે. અને તેઓ પૂ. બાપુને શ્રધ્ધાંજલી આપી સંતોનાં આર્શિવાદ મેળવશે. તા. રપ ફેબ્રુઆરીથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થશે અને ૧ માર્ચનાં રોજ મેળાની પૂર્ણાહુતિ થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!