ખંભાળિયા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝબ્બે : ૨.૦૯ લાખનો મુદ્દામાલ કબજે

0

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ ઉપર અત્રેથી આશરે ૧૦ કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઈ પાસેથી પસાર થઈ રહેલી જીજે-૧૦-બીઆર-૪૨૬૧ નંબરની એક ઈક્કો મોટરકારને અટકાવી, એલસીબી વિભાગના એ.એસ.આઈ. સજુભા જાડેજા તથા ભરતભાઈ ચાવડાની ચોક્કસ બાતમી ઉપરથી હાથ ધરવામાં આવેલી ચેકિંગ કાર્યવાહીમાં આ મોટરકારમાં છુપાવીને લઈ જવામાં આવતી ૬૦ બોટલ વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા ૨૪ હજારની કિંમતની ૬૦ બોટલ વિદેશી દારૂ તેમજ રૂપિયા ૧.૭૫ લાખની ઈક્કો મોટરકાર ઉપરાંત રૂપિયા ૧૦,૫૦૦ ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૨,૦૯,૫૦૦ના મુદ્દામાલ સાથે જામનગર ખાતે રહેતા ઈકકો કારના માલિક જય ધનવંતરાય વસા(ઉ.વ.૫૩) કારના ચાલક વિશાલ ગુણવંત ગોપીયાણી(ઉ.વ.૩૬) અને સાથે દારૂ લઈને જતા કેયુર નિતીનભાઈ સંઘવી(ઉ.વ.૨૫) નામના ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. દારૂનો આ જથ્થો તેઓએ જામનગરમાં કિશાન ચોક ખાતે રહેતા ઉમેશ ઉર્ફે બાબુ નાખવા ભણશાળી નામના શખ્સ પાસેથી લીધો હોવાનું કબુલતા આ બનાવ અંગે વાડીનાર મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં સપ્લાયર ઉમેશ ઉર્ફે બાબુ નાખવાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!