આલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

0

ગાયત્રી પરિવાર આલીદર અને શ્રી રણછોડ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટનાં સંયુક્ત ઉપક્રમે આલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૨૫૦ જેટલા દર્દીઓની આંખોનું નિદાન કરવામાં આવ્યું હતું. જેમાંથી ૫૧ જેટલા દર્દીઓને મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યાં હતા. તેમજ દર્દીઓને ચા પાણી અને ભોજનની વ્યવસ્થા દાતા ગોવિંદભાઈ પઢિયાર અને ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ તકે વજુભાઈ બારડ, પ્રતાપભાઈ જાેશી, વજુભાઈ સોલંકી, મહેશભાઈ પંડ્યા, ભરતભાઈ બારૈયા વગેરે ગ્રામજનો સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા તેમ ગાયત્રી પરિવાર આલીદરનાં સંયોજક અને માધ્યમિક શાળાનાં ભૂતપૂર્વ આચાર્ય જગમાલભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!