માંગરોળ આગાખાન કચેરી ખાતે નાણાંની ડીજીટલ લેવડ દેવડ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળ આગાખાન કચેરી ખાતે એકેઆરએસપી, લીડ બેંક, નાબાર્ડ અને એસબીઆઈ બેંકના સંયુક્ત ઉપક્રમે નાણાંકીય સાક્ષરતા ગો ડિજિટલ ગો સિક્યોર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં યુવાનોને ડિજિટલ બેંકિંગ કઈ રીતે કરવું, વિવિધ એપ્લિકેશનોને વાપરવાની રીત તેમજ છેતરપીંડીથી કઈ રીતે બચવું તેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માંગરોળ એસબીઆઈ મેનેજર પરેશ પરીખ, નાબાર્ડના કિરણ રાવત, લીડ બેંકના અનિલ ટોનિવાલ, આરએસઈટીના વિજય આર્યા, એફએલસી દિલીપ છાગાંણીએ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આગાખાનના ઘનશ્યામ સોલંકી, જેન્તી ધોળકિયા, હેતલ વેગડા એ જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!