સરકારી વિનયન કોલેજ-ભેંસાણમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ

0

સરકારી વિનયન કોલેજ ભેંસાણમાં તા.૨૧-૨-૨૨ના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ  કાર્યક્રમના અધ્યક્ષ કોલેજના આચાર્ય ડો. યોગેશકુમાર વી. પાઠકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. અજય એલ. જાેશી અને સમાજશાસ્ત્ર વિષયનાં ડો. સચિન જે. પીઠડીયા હતા. જેઓએ વ્યક્તિનાં સામાજિકરણમાં માતૃભાષાનું મહત્વ વિષય ઉપર સમાજ જીવનમાં વ્યક્તિ જન્મથી માતાનાં કુખમાંથી બાળક માતૃભાષા શીખે છે તે બાદ અલગ અલગ રીતે તેના સામાજીકરણમાં માતૃભાષા વડે તેને ખાતા-પિતા, રહેતા વર્તન વ્યવહારની રીતો શીખે છે. તેવો સંદેશ આ દિવસે આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રારંભિક સંબોધન ડો. અજય એલ. જાેષીએ વિશ્વમાં બોલાતી માતૃભાષા વિષે તેમજ માતૃભાષાની શા માટે ઉજવાય છે તે વાત સાથે ક્રાર્યક્રમની ઉત્સાહ ભેર શરૂઆત કરી હતી. ડો. સચિન પીઠડીયાએ બાળકના માનસને વિકાસ કરવામાં સાજીકરણમાં માતૃભાષા કેટલી મહત્વ બની રહેશે તે વિષે સામાજિક સંદર્ભ સાથે  રજુઆત કરી હતી. ઉપરાંત વર્ષ ૨૦૨૨માં માતૃભાષા દિવસની થીમ, તેની શરૂઆત, અંગ્રેજી અને માતૃભાષા અને માતૃભાષામાં શિક્ષણ મેળવીને મહાન બનેલા વિભૂતિઓ એમ વિવિધ મુદાઓ વિષે વાત કરી માતૃભાષાનું મહત્વ વિદ્યાર્થીઓને સમાજાવ્યું હતું.  આ તકે કોલેજના વાઈસ પ્રિન્સીપાલ પ્રો. ડો. સરોજબેન નારીગરા, પ્રો. ડો. સતિષ મેઘાણી, પ્રો. ડો. સંજય એલ. બંધિયા, પ્રો. પંકજ સોલંકી, પ્રો. ડો. પંકજ સોદરવા, પ્રો. ડો. પી.વી. ગુરનાણી, પ્રો. દિલીપ ગજેરા તેમજ ગ્રંથપાલ નીતિન ગજેરા  ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને માતૃભાષા મહત્વને પ્રેરીત કરી હતી. આ કાર્યક્રમની આભારવિધિ પ્રો. ડો. પી.વી. ગુરનાણી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!